ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,14,309 થયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં (Covid 19) વધુ 1540 નવા કેસો નોંધાયા છે. અને 13 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 1427 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં (Gujarat Corona) 1512 કેસો નોંધાયા હતા અને 14 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2 લાખ 14 હજાર 309 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જિલ્લાવાર કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં 336 કેસ-9નાં મોત, સુરતમાં 246 કેસ-2નાં મોત, રાજકોટમાં 141-1 મોત અને વડોદરામાં 184 કેસ-1 મોત, જામનગરમાં 42 અને ગાંધીનગરમાં 72 કેસ, ભાવનગરમાં 20 અને જૂનાગઢમાં 23 કેસ,મહેસાણામાં 69, પાટણમાં 42, ખેડામાં 39 કેસ, બનાસકાંઠામાં 36, કચ્છમાં 30, મોરબીમાં 29 કેસ, અમરેલીમાં 27, દાહોદમાં 24, ભરૂચમાં 23 કેસ, પંચમહાલમાં 23 અને સાબરકાંઠામાં 22 કેસ, આણંદમાં 20, નર્મદામાં 17, મહિસાગરમાં 16 કેસ, સુરેન્દ્રનગરમાં 15 અને અરવલ્લીમાં 9 કેસ, ગીર સોમનાથમાં 9 અને નવસારીમાં 6 કેસ, વલસાડમાં 6, બોટાદ – દ્વારકામાં 4 – 4 કેસ, પોરબંદરમાં 3, છોટા ઉદેપુરમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 4031 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 1, 95,365 દર્દી સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,913 પર પહોંચી છે. જેમાં 96 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 14,817 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યમાં એકબાજુ સતત કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમ છતાં હજુ પણ અનેક લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. બીજુ બાજુ ખુદ ભાજપનાં નેતાઓ જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાવતાં નજરે પડી રહ્યા છે. સીએમ રૂપાણીએ પણ ભાજપનાં નેતાઓને કડક સૂચના આપી છે. રાજ્યમાં કોરોનાના કહેર ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી લોકો અને નેતાઓ જાગૃત નહીં થાય. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ એક ઉપાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો