ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 626 કેસ નોંધાયા અને 19 દર્દીના મોત, કુલ કેસનો આંકડો 32 હજારને પાર, મૃત્યુઆંક 1828

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. તો બીજી તરફ હવે સુરતમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આ તમામ બાબતો અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાતમાં સતત ત્રીજી વખત 24 કલાકમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 626 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 32023 પર પહોંચ્યો છે. જોકે હાલ રાજ્યમાં 6947 એક્ટિવ કેસ છે. તો આજે 440 દર્દીઓ સાજા થયા છે જેને લઇને અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે 19 દર્દીઓના મોત થયા છે, જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1828 પર પહોંચ્યો છે.

કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 206 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 185 અને સુરત જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4630 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 87 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 3143 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે સુરતનો કોરોનાથી મૃત્યુઆંક 154 પર પહોંચ્યો છે. હાલ સુરતમાં 1333 એક્ટિવ કેસ છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 236 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 222 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20716 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 171 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15829 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1432 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3455 એક્ટિવ કેસ છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

29/06/2020પોઝિટિવ કેસ
અમદાવાદ236
સુરત206
વડોદરા50
પાટણ20
રાજકોટ13
આણંદ11
મહેસાણા10
અમરેલી10
સુરેન્દ્રનગર9
ભરૂચ8
અન્ય રાજ્ય8
ખેડા7
અરવલ્લી6
જામનગર6
ભાવનગર5
પંચમહાલ3
ગીર સોમનાથ3
જૂનાગઢ3
ગાંધીનગર2
કચ્છ2
દેવભૂમિ દ્વારકા2
નવસારી2
બનાસકાંઠા1
બોટાદ1
સાબરકાંઠા1
વલસાડ1

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ અને કોરોનાની અન્ય વિગત

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ207161582914323455
સુરત463031431541333
વડોદરા2215151647652
ગાંધીનગર63845429155
ભાવનગર2531501390
બનાસકાંઠા1771541013
આણંદ2081781317
રાજકોટ2631227134
અરવલ્લી2021621822
મહેસાણા26914011118
પંચમહાલ1731331525
બોટાદ8665318
મહીસાગર135113220
ખેડા152109637
પાટણ1941121567
જામનગર198944100
ભરૂચ2201049107
સાબરકાંઠા170115847
ગીર સોમનાથ7347125
દાહોદ5943016
છોટા ઉદેપુર5536217
કચ્છ15393555
નર્મદા8937052
દેવભૂમિ દ્વારકા221516
વલસાડ13054373
નવસારી9542152
જૂનાગઢ9349242
પોરબંદર161024
સુરેન્દ્રનગર13870761
મોરબી209110
તાપી8602
ડાંગ4400
અમરેલી8232644
અન્ય રાજ્ય878178
TOTAL320232324818286947

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો