ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1404 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,34,623 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1404 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,34,623એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3431એ પહોંચ્યો છે. જ્યારે 1336 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે અમદાવાદ કોર્પોરેશન 180, સુરત કોર્પોરેશન 176, સુરત 126, રાજકોટ કોર્પોરેશન 106, વડોદરા કોર્પોરેશન 102, જામનગર કોર્પોરેશન 73, મહેસાણા 43, રાજકોટ 42, વડોદરા 39, કચ્છ 37, બનાસકાંઠા 35, અમદાવાદ 30, ભરૂચ 29, સુરેન્દ્રનગર 29, અમરેલી 27, મહીસાગર 27, પાટણ 26, ગાંધીનગર 22, જામનગર 22, પંચમહાલ 22, ગાંધીનગર કોર્પોરેશન 18, મોરબી 18, જુનાગઢ 17, ભાવનગર 16, જુનાગઢ કોર્પોરેશન 16, ભાવનગર કોર્પોરેશન 14, આણંદ 13, દાહોદ 13, ગીર સોમનાથ 13, સાબરકાંઠા 12, ખેડા 11, નર્મદા 10, નવસારી 9, તાપી 8, બોટાદ 7, દેવભૂમિ દ્વારકા 6, અરવલ્લી 5, પોરબંદર 3, વલસાડ 2 મળી કુલ 1404 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અઅમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3431એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 114476 નાગરીકો સાજા થઈ ગયા છે. 3431ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,716 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 91 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,625 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો