ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1598 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,06,714 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહિં રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. આજે એક જ દિવસમાં 332 કેસ સાથે 10 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1598 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1598 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 206714એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3953એ પહોંચ્યો છે. જ્યારે 1523 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.93 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,887 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 332, સુરત કોર્પોરેશન 228, વડોદરા કોર્પોરેશન 138, રાજકોટ કોર્પોરેશન 98, બનાસકાંઠા 58, મહેસાણા 57, સુરત 56, રાજકોટ 53, પાટણ 50, વડોદરા 41, ગાંધીનગર 37, ખેડા 32, ગાંધીનગર કોર્પોરેશન 30, જામનગર કોર્પોરેશન 30, દાહોદ 29, સાબરકાંઠા 27, અમદાવાદ 25, આણંદ 25, મહીસાગર 25, પંચમહાલ 24, ભાવનગર કોર્પોરેશન 21, ભરૂચ 19, મોરબી 19, અમરેલી 18, જુનાગઢ 17, કચ્છ 16, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 12, જુનાગઢ કોર્પોરેશન 11, જામનગર 10, નર્મદા 9, અરવલ્લી 7, ભાવનગર 6, છોટા ઉદેપુર 6, દેવભૂમિ દ્વારકા 6, બોટાદ 3, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 2, તાપી 2 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 15 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 10 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3953એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,87,969 નાગરીકો સાજા થઈ ગયા છે. 3953ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,792 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 89 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,703 સ્ટેબલ છે.

રાજ્યમાં હાલમાં 14732 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14792 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ  90.93 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,887 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 76,90,779 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે.

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ275872227216253690
સુરત43175106014823694
વડોદરા197414156951138
ગાંધીનગર6533131799317
ભાવનગર5163132428374
બનાસકાંઠા3861752167
આણંદ18514841654
રાજકોટ161301339431036
અરવલ્લી9952742434
મહેસાણા529956722496
પંચમહાલ334239517200
બોટાદ9222115112
મહીસાગર16142242177
ખેડા209357515112
પાટણ35415903335
જામનગર9164876021401
ભરૂચ332577117214
સાબરકાંઠા219935712151
ગીર સોમનાથ20633952491
દાહોદ23413867326
છોટા ઉદેપુર767166312
કચ્છ319642220238
નર્મદા1639347159
દેવભૂમિ દ્વારકા90048422
વલસાડ12475479181
નવસારી14474697167
જૂનાગઢ422983928265
પોરબંદર62245476
સુરેન્દ્રનગર2834248912361
મોરબી25682448122
તાપી943136636
ડાંગ12817010
અમરેલી32313479235
અન્ય રાજ્ય16415725
TOTAL18485462023271614448

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો