ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1607 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,05,116 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો એક જ દિવસમાં 325 કેસ સાથે 10 લોકોના મોત થતાની સાથે છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 34 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યાં જ આજે તો રાજ્યમાં કોરોનાએ રેકોર્ડ બનાવ્યો છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના વિસ્ફોટ શરૂ થયો છે. રોજે રોજ દૈનિક કેસના નવા વિક્રમો સર્જાઈ રહ્યાં છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1607 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1607 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 205116એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3938એ પહોંચ્યો છે. જ્યારે 1388 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.90 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આજે અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44,ગાંધીનગર શહેરમાં 35, ગાંધીનગર જિલ્લામાં 31 તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં નવા 51 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત 

27/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 353
સુરત 299
વડોદરા 167
ગાંધીનગર 66
ભાવનગર 26
બનાસકાંઠા 51
આણંદ 37
રાજકોટ 139
અરવલ્લી 4
મહેસાણા 43
પંચમહાલ 32
બોટાદ 9
મહીસાગર 18
ખેડા 35
પાટણ 49
જામનગર 43
ભરૂચ 32
સાબરકાંઠા 23
ગીર સોમનાથ 15
દાહોદ 19
છોટા ઉદેપુર 4
કચ્છ 15
નર્મદા 14
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 6
નવસારી 8
જૂનાગઢ 23
પોરબંદર 2
સુરેન્દ્રનગર 27
મોરબી 16
તાપી 1
ડાંગ 3
અમરેલી 23
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો