ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 615 કેસ નોંધાયા, 18 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 1790 અને કુલ કેસ 30773 થયા

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 615 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 30,773 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 615 કેસ નોંધાયા છે. તો 11 દર્દીઓ કચ્છના આર્મી કેન્ટોન્મેન્ટમાં નોંધાયા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 211‬ કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 184‬ નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 379 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 22,417 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

27/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 211
સુરત 184
વડોદરા 47
નવસારી 21
મહેસાણા 16
ભાવનગર 14
રાજકોટ 12
આણંદ 11
કચ્છ 11
ગાંધીનગર 9
ભરૂચ 8
જામનગર 7
સાબરકાંઠા 7
છોટા ઉદેપુર 7
સુરેન્દ્રનગર 7
અરવલ્લી 5
પંચમહાલ 5
વલસાડ 5
જૂનાગઢ 4
ખેડા 3
નર્મદા 3
મોરબી 3
અમરેલી 3
બોટાદ 2
પાટણ 2
ગીર સોમનાથ 2
દાહોદ 2
બનાસકાંઠા 1
મહીસાગર 1
તાપી 1
અન્ય રાજ્ય 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1770 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 69 લોકો વેન્ટિલેટર પર છે તો 6497 લોકો સ્ટેબલ છે અને 6566 કેસ એક્ટિવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો