ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,67,173 થયો

ગુજરાતમાં (Gujarat) કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આજે કોરોનાના વાયરસ (CoronaVirus)ના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 919 પોઝિટિવ કેસ (Today 919 Corona Positive Case In Gujarat) આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,67,173એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3689એ પહોંચ્યો છે. જ્યારે 963 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.46 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,370 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 57,42,742 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 166, અમદાવાદ કોર્પોરેશન 162, વડોદરા કોર્પોરેશન 72, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 61, વડોદરા 43, રાજકોટ 32, જામનગર કોર્પોરેશન 28, ભરૂચ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, મહેસાણા 18, મોરબી 18, ભાવનગર કોપોરેશન 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર 15, દાહોદ 14, સાબરકાંઠા 14, અમદાવાદ 12, ગીર સોમનાથ 10, આણંદ 9, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 9, પંચમહાલ 9, સરેન્દ્રનગર 9, બનાસકાંઠા 8, અમરેલી 7, ખેડા 7, દેવભૂમિ દ્વારકા 6, પાટણ 6, અરવલ્લી 5, નર્મદા 5, ભાવનગર 2, બોટાદ 2, છોટા ઉદેપુર 2, મહીસાગર 2, નવસારી 2, પોરબંદર 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, પાટણ 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3689એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,49,548 નાગરીકો સાજા થઈ ગયા છે. 3689ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,936 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 65 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,871 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો