ગુજરાતમાં કોરોના ટાઢો પડ્યો: આજે કોરોનાનાં 3255 કેસો નોંધાયા, 44 લોકોના કોરોનાથી મોત, 9676 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. આજે રાજ્યમાં 3255 કેસ નોંધાયા છે. જ્યારે 44 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 9676 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં નવા કેસની સામે ત્રણ ગણાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં રસીકરણ પણ ઝડપી બન્યું છે. આજે રાજ્યમાં કુલ 2,28,810 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,91,268 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 7,22,741 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ કુલ 9665 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત સતત ઘટતાં જતાં કોરોનાને કેસોને કારણે રાજ્યનો રિકવરી રેટ વધીને 90.92 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ રાજ્યના કુલ એક્ટિવ કેસનો આંક 62506 પર પહોંચ્યો છે. જેમાંથી 603 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 61903 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યના જિલ્લાવાર કોરોના કેસોની વિગત જોઈએ તો, અમદાવાદમાં નવા 522 કેસ, 8નાં મોત, વડોદરામાં નવા 462 કેસ, 4ના મોત, સુરતમાં નવા 423 કેસ, 7નાં મોત, રાજકોટમાં નવા 215 કેસ, 5નાં મોત, જૂનાગઢમાં નવા 202 કેસ, એકનું મોત, જામનગરમાં નવા 103 કેસ, 3નાં મોત, ભાવનગરમાં નવા 95 કેસ, 2ના મોત, ગાંધીનગરમાં નવા 73 કેસ, એકનું મોત, આણંદમાં 121, બનાસકાંઠામાં 104, ખેડામાં 98 કેસ, કચ્છમાં 97, અમરેલીમાં 96, જૂનાગઢમાં 95 કેસ, પંચમહાલમાં 93, મહેસાણામાં 65, વલસાડમાં 62 કેસ, સાબરકાંઠામાં 41, ભરૂચમાં 39, ગીર સોમનાથમાં 39 કેસ, પોરબંદરમાં 38, અરવલ્લી અને નર્મદામાં 37 – 37 કેસ, મહિસાગરમાં 35, પાટણમાં 31, દ્વારકામાં 26 કેસ, તાપીમાં 23, દાહોદમાં 22, સુરેન્દ્રનગરમાં 16 કેસ, નવસારીમાં 15, મોરબીમાં 10, છોટાઉદેપુરમાં 8 કેસ, ડાંગમાં નવા 6 કેસ અને બોટાદમાં નવો એક કેસ નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો