ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,097 કેસો નોંધાયા, 152 લોકોના કોરોનાથી મોત, 6,479 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાતિલ સાબિત થઈ રહી છે. અને રાજ્યમાં દિવસે ને દિવસે મોતનો આંકોડ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. તેવામાં આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા 14,097 કેસો નોંધાયા હતા. જ્યારે 152 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. અને 6479 દર્દીઓ સાજા થયા હતા. આજે રાજ્યમાં 1,69,366 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 4,49,056 પર પહોંચ્યો છે. જ્યારે 3,67,972 લોકો સાજા થયા છે. જ્યારે કુલ 6171 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 1,07,594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 107198 દર્દીઓની હાલત સ્થિર છે. 

રાજ્યમાં હજુ પણ સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદ શહેરની બનેલી છે. અમદાવાદમાં આજે પણ 5617 કેસો નોંધાયા હતા. જ્યારે 25 લોકોનાં મોત નિપજ્યા હતા. જેની સામે 1585 દર્દીઓ સાજા થયા હતા. અને 20484 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

આજે આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં 5683 કેસ, 26નાં મોત, સુરતમાં નવા 2686 કેસ, 28નાં મોત, વડોદરામાં 701 અને રાજકોટમાં 500 કેસ, જામનગરમાં 639 અને ભાવનગરમાં 310 કેસ, ગાંધીનગરમાં 286 અને જૂનાગઢમાં 248 કેસ, બનાસકાંઠામાં 291, પાટણમાં 212, કચ્છમાં 190 કેસ, ભરૂચમાં 154, ખેડામાં 146, સાબરકાંઠામાં 144 કેસ, નવસારીમાં 143, દાહોદમાં 126, મહિસાગરમાં 110 કેસ, ગીર સોમનાથમાં 107, પંચમહાલ – વલસાડમાં 105 – 105 કેસ, તાપીમાં 104, અમરેલી – સુરેન્દ્રનગરમાં 98 – 98 કેસ, આણંદમાં 88, નર્મદામાં 71, અરવલ્લીમાં 67 કેસ, મોરબીમાં 65, પોરબંદરમાં 49, દ્વારકામાં 44 કેસ, ડાંગમાં 39, બોટાદમાં 33, છોટાઉદેપુરમાં 25 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 92, 99, 215 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 18, 71, 782 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 76.38 ટકા પર આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો