ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 191 કેસ સાથે કુલ 2815 લોકો કોરોના પોઝિટિવ, સૌથી વધુ અદાવાદમાં 169 કેસ નોંધાયા

કોરોના વાયરસે ગુજરાતમાં કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 7 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 265 લોકો સાજા થયાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 169 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિન લોકોની સંખ્યા 2815 પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં 15 લોકોના મોત

આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, ખાડિયા, ચાડલોડિયા, વેજલપુર, થલતેજ, તથા રાણીપ વિસ્તારમાં આજે કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

આજના કેસ

  • અમદાવાદ 169
  • સુરત 6
  • વડોદરા 5
  • આણંદ 3
  • ગાંધીનગર 1
  • ભાવનગર 2
  • બોટાદ 1
  • પંચમહાલ 3
  • વલસાડ 1

નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યુંઃ CM રૂપાણી

રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ મામલે આજે મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયાને જણાવ્યું કે, નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યું છે. કર્ફ્યુ ન લગાવ્યો હોત તો હાલત ખરાબ હોત. મૃત્યુદર 3થી 4 ટકા છે ડરવાની જરૂર નથી. રાજ્યના 70થી 80 ટકા કેસ સુરત, અમદાવાદ, સુરત અને વડોદરાના છે. તબીબોને ચેપ લાગી રહ્યો હોવાછતાં હાલ 18 કલાક કામ કરી રહ્યાં છે. રાજ્યમાં વેન્ટીલેટરની કોઈ અછત નથી.

સુરેન્દ્રનગરના થાનગઢના 61 વર્ષીય વ્યક્તિને કોરોના, ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. કોરોનાનો પોઝિટિવ કેસ આતા જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે. ગાંધીનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં ડોક્ટરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2815 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 127એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 265 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

કુલ દર્દી 2815, 127ના મોત અને 265 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ182183113
વડોદરા2231153
સુરત4621415
રાજકોટ410012
ભાવનગર350518
આણંદ360213
ભરૂચ290203
ગાંધીનગર190211
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ150200
બનાસકાંઠા160001
છોટાઉદેપુર110003
કચ્છ060101
મહેસાણા070002
બોટાદ110100
પોરબંદર030003
દાહોદ040000
ખેડા050001
ગીર-સોમનાથ030002
જામનગર010100
મોરબી010000
સાબરકાંઠા030002
મહીસાગર90000
અરવલ્લી180100
તાપી010000
વલસાડ050100
નવસારી010000
ડાંગ010000
સુરેન્દ્રનગર010000
કુલ2815127265

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો