ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1112 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,65,233 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (CoronaVirus)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે અને રાજ્યમાં બે દિવસથી 1100થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1112 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1112 Corona Positive cases in Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid 19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,65,233એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3676એ પહોંચ્યો છે. જ્યારે 1264 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 56,38,392 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 169, અમદાવાદ કોર્પોરેશન 166, વડોદરા કોર્પોરેશન 80, સુરત 70, રાજકોટ કોર્પોરેશન 69, વડોદરા 41, રાજકોટ 38, જામનગર કોર્પોરેશન 37, મહેસાણા 37, સાબરકાંઠા 34, ભરૂચ 24, બનાસકાંઠા 23, પાટણ 21, સુરેન્દ્રનગર 21, ગાંધીનગર 20, નર્મદા 20, પંચમહાલ 19, અમરેલી 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જામનગર 18, કચ્છ 18, અમદાવાદ 16, આણંદ 16, મોરબી 16, ખેડા 14, દાહોદ 13, જુનાગઢ કોર્પોરેશન 13, ભાવનગર કોર્પોરેશન 12, ગીર સોમનાથ 12, જુનાગઢ 10, છોટા ઉદેપુર 7, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 5, ભાવનગર 3, બોટાદ 3, મહીસાગર 2, નવસારી 2, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3676એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,47,572 નાગરીકો સાજા થઈ ગયા છે. 3676ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,985 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 69 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,916 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો