ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1212 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 85,678 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1212 કેસ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સતત વધતાં જતા આંકડાએ કેટલાક શહેરોમાં ચિંતા વધારી છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1212 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 85,678 પર પહોંચ્યો છે.

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 16,95,325 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં 68,257 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

આજે કોરોનાના 1212 કેસ જ્યારે 980 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 68,257 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2883 પર પહોંચ્યો છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 166, અમદાવાદ કોર્પોરેશન 157, વડોદરા કોર્પોરેશન 94, જામનગર કોર્પોરેશન 72, સુરત 72, અમરેલી 67, રાજકોટ કોર્પોરેશન 64, પંચમહાલ 36, ભાવનગર કોર્પોરેશન 35, રાજકોટ 35, ભરૂચ 32, વડોદરા 28, મહેસાણા 26, કચ્છ 24, ભાવનગર 23, અમદાવાદ 22, ગીર સોમનાથ 18, આણંદ 16, બનાસકાંઠા 16, જુનાગઢ 16, જુનાગઢ કોર્પોરેશન 16, મોરબી 16, દાહોદ 14, ગાંધીનગર 14, ગાંધીનગર કોર્પોરેશન 13, પાટણ 13, દેવભૂમિ દ્વારકા 10, પોરબંદર 10, ખેડા 9, નર્મદા 9, સુરેન્દ્રનગર 9, તાપી 9, જામનગર 8, મહીસાગર 8, બોટાદ 7, નવસારી 7, સાબરકાંઠા 7, વલસાડ 6, અરવલ્લી 3, છોટા ઉદેપુર 3, ડાંગ 2 કેસો મળી કુલ 1212 કેસો મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો