ગુજરાતમાં કોરોના બેકાબૂ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13,105 કેસો નોંધાયા, 137 લોકોના કોરોનાથી મોત, 5,010 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત કોરોનાને હાહાકાર મચાવ્યો હતો. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હતા. તેવામાં ગઈ કાલે માત્ર 300નો વધારો થયો હતો અને આજે પણ 500નો વધારો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 13105 કેસો નોંધાયા હતા. જ્યારે 137 દર્દીનાં મોત નિપજ્યા હતા. અને 5010 દર્દીઓ સાજા થયા હતા. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 12,553 કેસો નોંધાયા હતા. આમ દૈનિક 1000ની ગતિએ વધતાં કોરોનાની ગતિમાં મામૂલી ઘટાડો આવ્યો છે. જ્યારે રસીકરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં કોરોનાના નવા 13, 105 કેસ નોંધાયા છે. આજે વધુ 137 દર્દીના મોત થયા છે. તો સામે આજે 5010 લોકો સ્વસ્થ થયા છે.

અત્યાર સુધી રાજ્યમાં 5877 લોકોના મોત

અત્યાર સુધી 3, 55, 875 લોકો સ્વસ્થ થયા

અમદાવાદમાં નવા 5226 કેસ, 24 નાં મોત

સુરતમાં નવા 2476 કેસ, 27નાં મોત

રાજકોટમાં નવા 762 કેસ, 14નાં મોત

વડોદરામાં કોરોનાના 781 કેસ, 14 મોત

જામનગરમાં નવા 564 કેસ, 9 મોત

ગાંધીનગરમાં 276 કેસ, 2 મોત

ભાવનગરમાં 254 કેસ, 6 મોત

જૂનાગઢમાં 202 કેસ, 4 મોત

મહેસાણાં 444, બનાસકાંઠા 236 કેસ

કચ્છ 214, પાટણ 158 કેસ

ભરૂચ 157, ખેડા 114 કેસ, નવસારી 107 કેસ

તાપી 103 કેસ, દાહોદ 97 કેસ, પંચમહાલમાં 97 કેસ

વલસાડ 95 કેસ, સુરેન્દ્રનગર 87 કેસ

અમરેલી 85 કેસ અને સાબરકાંઠા 84 કેસ

મહિસાગર 77 કેસ, મોરબી 66 કેસ

ગીર સોમનાથ 63 કેસ, અરવલ્લી 55 કેસ

નર્મદા 52 કેસ, આણંદ 42 કેસ

દ્વારકાં 39 કેસ, પોરબંદરમાં 34 કેસ

છોટાઉદેપુર 25 કેસ, બોટાદ 19 કેસ અને ડાંગ 14 કેસ

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 444 નવા કેસ નોંધાયા હતા.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5141 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 84 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1558 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 518 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 598 કેસ, જ્યારે ગ્રામ્યમાં 183 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 697 કેસ અને ગ્રામ્યમાં 65 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો