ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1137 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,62,985 થયો

ગુજરાતમાં કોરોના (Corona Case In Gujarat)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો હતો અને રાજ્યમાં બે દિવસ પહેલા તો 1000થી પણ ઓછા કેસ આવ્યા હતા. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1137 પોઝિટિવ કેસ (Today 1137 Positive Cases of Coronavirus in Gujarat) આવ્યા છે. માટે છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,62,985એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાત (Gujarat)માં કૂલ મૃત્યુઆંક વધીને 3663એ પહોંચ્યો છે. જ્યારે 1180 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.03 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,986 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 55,32,522 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સ રત કોર્પોરેશન 169, અમદાવાદ કોર્પોરેશન 165, વડોદરા કોર્પોરેશન 77, સુરત 70, રાજકોટ કોર્પોરેશન 69, મહેસાણા 48, વડોદરા 41, જામનગર કોર્પોરેશન 40, રાજકોટ 35, ગાંધીનગર કોર્પોરેશન 29, કચ્છ 26, પાટણ 26, જામનગર 25, ભરૂચ 23, દાહોદ 23, પંચમહાલ 22, સાબરકાંઠા 22, સુરેન્દ્રનગર 20, અમરેલી 19, નર્મદા 19, ગાંધીનગર 17, બનાસકાંઠા 16, જુનાગઢ 15, આણંદ 13, અમદાવાદ 12, ખેડા 12, ગીર સોમનાથ 11, જુનાગઢ કોર્પોરેશન 11, ભાવનગર કોર્પોરેશન 9, મોરબી 9, અરવલ્લી 7, મહીસાગર 7, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, નવસારી 4, પોરબંદર 4, તાપી 4, ભાવનગર 3, બોટાદ 3, ડાંગ 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ભરૂચ 1, ગીર સોમનાથ 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3663એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,45,107 નાગરીકો સાજા થઈ ગયા છે. 3663ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,215 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 75 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,140 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો