ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર: પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 1515 કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 1,95,917 થયો

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયું લાદવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીના પ્રથમ વખત 1515 કેસ નોંધાતા ચિંતા વધી છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1271 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,78,786 પર પહોંચ્યો છે. આજે 9 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 13285 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 70,388 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 71,71,445 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં 373 કેસ આવતા ચિંતા વધી

આજે અમદાવાદ શહેરમાં 354, અમદાવાદ જિલ્લામાં 19, સુરત શહેરમાં 211, સુરત જિલ્લામાં 51, વડોદરા શહેરમાં 125, વડોદરા જિલ્લામાં 39 , રાજકોટ શહેરમાં 89, રાજકોટ જિલ્લામાં 48, મહેસાણામાં 53, પાટણમાં 51, ગાંધીનગર શહેરમાં 53, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કર્ફ્યુથી સૂમસાન પડ્યા રસ્તા

કોરોના વિસ્ફોટને કારણે શની-રવિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે પણ જો હજુ પણ લોકો ભીડ ભેગી કરશે તો કોરોના હજુ વકરવાની વકી છે ત્યારે અમદાવાદ સહીતના ગુજરાતના તમામ શહેરોએ ચેતવાની જરૂર છે અને જરૂર સિવાય ભીડ ભેગી કરી કોરોનાને ફેલાવવા મોકળુ મેદાન આપવા કરતા સ્વંભૂ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે તો અને તો જ કોરોનાને નાથી શકાશે.

વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

21/11/2020પોઝિટિવ કેસ
અમદાવાદ373
સુરત262
વડોદરા164
ગાંધીનગર89
ભાવનગર19
બનાસકાંઠા55
આણંદ8
રાજકોટ137
અરવલ્લી12
મહેસાણા53
પંચમહાલ23
બોટાદ4
મહીસાગર19
ખેડા20
પાટણ51
જામનગર41
ભરૂચ6
સાબરકાંઠા17
ગીર સોમનાથ10
દાહોદ14
છોટા ઉદેપુર6
કચ્છ30
નર્મદા12
દેવભૂમિ દ્વારકા4
વલસાડ3
નવસારી3
જૂનાગઢ20
પોરબંદર1
સુરેન્દ્રનગર15
મોરબી14
તાપી6
ડાંગ0
અમરેલી24
અન્ય રાજ્ય0

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો