ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1420 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,94,402 થયો

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1420 કેસ સામે આવ્યા છે.

દિવાળી બાદ દિવસેને દિવસે રેકોર્ડ તોડ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,77,515 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 13000 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.31 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 67,901 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 71,01,057 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોઈ લોકડાઉન નહીં થાય, આ વિકેન્ડ કર્ફ્યૂ છે : CM રૂપાણી
આજે અમદાવાદ શહેરમાં 305, અમદાવાદ જિલ્લામાં 22, સુરત શહેરમાં 205, સુરત જિલ્લામાં 41, વડોદરા શહેરમાં 116, વડોદરા જિલ્લામાં 39, રાજકોટ શહેરમાં 83, રાજકોટ જિલ્લામાં 54, મહેસાણામાં 52, બનાસકાંઠામાં 54, ગાંધીનગર શહેરમાં 52, ગાંધીનગર જિલ્લામાં 34 કોરોનાના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આજે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત 

20/11/2020પોઝિટિવ કેસ
અમદાવાદ348
સુરત246
વડોદરા155
ગાંધીનગર86
ભાવનગર14
બનાસકાંઠા54
આણંદ10
રાજકોટ137
અરવલ્લી7
મહેસાણા52
પંચમહાલ18
બોટાદ3
મહીસાગર27
ખેડા15
પાટણ49
જામનગર42
ભરૂચ5
સાબરકાંઠા16
ગીર સોમનાથ11
દાહોદ12
છોટા ઉદેપુર5
કચ્છ20
નર્મદા14
દેવભૂમિ દ્વારકા6
વલસાડ1
નવસારી2
જૂનાગઢ22
પોરબંદર0
સુરેન્દ્રનગર19
મોરબી24

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો