ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1010 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,35,299 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1010 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1010 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,35,299એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4234એ પહોંચ્યો છે. જ્યારે 1190 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 93.13 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,694 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 207, સુરત કોર્પોરેશન 130, વડોદરા કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન 80, સુરત 36, રાજકોટ 33, વડોદરા 29, મહેસાણા 28, પંચમહાલ 28, ખેડા 26, ભરૂચ 25, ગાંધીનગર 21, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગર કોર્પોરેશન 19, કચ્છ 17, બનાસકાંઠા 16, ભાવનગર કોર્પોરેશન 16, દાહોદ 16, આણંદ 14, પાટણ 12, સાબરકાંઠા 11, સુરેન્દ્રનગર 11, અમરેલી 9, જામનગર 9, જુનાગઢ કોર્પોરેશન 9, અમદાવાદ 8, જુનાગઢ 8, મોરબી 8, નર્મદા 7, ભાવનગર 7, ગીર સોમનાથ 6, મહીસાગર 5, બોટાદ 4, વલસાડ 4, છોટા ઉદેપુર 3, દેવભૂમિ દ્વારકા 3, નવસારી 3, તાપી 3, અરવલ્લી 2, પોરબાંદર 2 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 5 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4234એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,19,125 નાગરીકો સાજા થઈ ગયા છે. 4234ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 11,940 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 61 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 11,879 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો