ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1175 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 83,262 થયો

કોરોના મહામારીએ રાજ્યમાં આજે ફરી માથું ઉચક્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમિત દર્દીઓના 1175 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે ગુરુવારે સાંજે પાંચ વાગ્યા પછીના 24 કલાકમાં કોરોનાના નવા કેસોની માહિતી આપી છે. જેમાં નવા કેસ 1175 નોંધાયા છે. જ્યારે આજે વધુ 16 દર્દીઓના મોત થયા છે. સાજા દર્દીઓની વાત કરીએ તો આજે 1123 દર્દીઓ સાજા થયા છે. આ સાથે સાજા થવાનો દર 79.21 ટકા રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે એટલે કે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના 1175 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 83,262 એ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ મુજબ રાજયમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 61 લેબોરેટરી કાર્યરત છે. રાજ્યમાં આજે કુલ 68,581 ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધી કુલ 15,47,210 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદમાં 172 નવા કેસ અને 4 લોકોના મોત થયા છે. જ્યારે સુરતમાં 237 કેસ અને 7 લોકોના મોત થયા છે. વડોદરાની વાત કરીએ તો 118 કેસ અને 1 દર્દીનું મોત થયું છે. રાજકોટમાં આજે 98 નવા કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 73 અને ભાવનગરામાં 55 નવા કોરોના કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 25, જૂનાગઢમાં 27 કેસ નોંધાયા. આ સિવાય પંચમહાલમાં 42 અને કચ્છમાં 35 નવા કોરોના કેસ નોંધાયા છે. દહોદની વાત કરીએ તો 32 અને મોરબીમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં 25 અને મહેસાણામાં 22 કેસ નોંધાયા છે.

આજના કેસ

 

20/08/2020 પોઝિટિવ કેસ
સુરત 237
અમદાવાદ 172
વડોદરા 118
રાજકોટ 98
જામનગર 73
ભાવનગર 55
પંચમહાલ 42
કચ્છ 35
દાહોદ 32
જૂનાગઢ 27
મોરબી 26
ગાંધીનગર 25
અમરેલી 25
મહેસાણા 22
ભરૂચ 20
બનાસકાંઠા 18
પાટણ 15
નવસારી 13
પોરબંદર 13
ગીર સોમનાથ 11
સાબરકાંઠા 10
નર્મદા 10
અન્ય રાજ્ય 10
ખેડા 9
છોટા ઉદેપુર 9
વલસાડ 9
આણંદ 8
મહીસાગર 8
બોટાદ 7
સુરેન્દ્રનગર 6
અરવલ્લી 4
દેવભૂમિ દ્વારકા 4
તાપી 4

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો