ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 741 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 246,511 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 800થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 741 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 741 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4314 એ પહોંચ્યો છે. જ્યારે 922 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 94.41 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,780 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 5,04,783 છે, જે પૈકી 5,04,663 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 123 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 147, સુરત કોર્પોરેશન 105, વડોદરા કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 51, સુરત 37, વડોદરા 30, કચ્છ 26, રાજકોટ 24, પંચમહાલ 19, દાહોદ 18, આણંદ 15, ખેડા 14, મહેસાણા 14, ભરૂચ 10, ગાંધીનગર 10, બનાસકાંઠા 9, ભાવનગર કોર્પોરેશન 8, ગાંધીનગર કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 8, મોરબી 8, જુનાગઢ 7, જુનાગઢ કોર્પોરેશન 7, નવસારી 7, સાબરકાંઠા 7, અરવલ્લી 6, અમદાવાદ 5, ગીર સોમનાથ 5, જામનગર 5, મહીસાગર 5, અમરેલી 4, પાટણ 4, તાપી 4, દેવભૂમિ દ્વારકા 3, બોટાદ 2, છોટા ઉદેપુર 2, નર્મદા 2, પોરબંદર 2, સુરેન્દ્રનગર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 5 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4314એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,32,722 નાગરીકો સાજા થઈ ગયા છે. 4314ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 9477સારવાર હેઠળના દર્દીઓ પૈકી 62 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 9415 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો