ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1026 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,34,289 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદહવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે જે એક સારી વાત છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1026 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1026 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,34,289એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4227એ પહોંચ્યો છે. જ્યારે 1252 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 93.02 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,365 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 136, વડોદરા કોર્પોરેશન 102, રાજકોટ કોર્પોરેશન 90, વડોદરા 40, કચ્છ 38, રાજકોટ 38, મહેસાણા 32, સુરત 30, ગાંધીનગર 24, પંચમહાલ 23, ખેડા 19, ગાંધીનગર કોર્પોરેશન 18, બનાસકાંઠા 17, ભરૂચ 16, સાબરકાંઠા 16, દાહોદ 15, ભાવનગર કોર્પોરેશન 14, જામનગર 13, જામનગર કોર્પોરેશન 13, જુનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, મહીસાગર 10, સુરેન્દ્રનગર 10, અમદાવાદ 9, અમરેલી 9, મોરબી 9, ગીર સોમનાથ 7, જુનાગઢ 7, પાટણ 7, નર્મદા 6, તાપી 6, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, અરવલ્લી 3, ભાવનગર 2, નવસારી 2, બોટાદ 1, પોરબાંદર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2 અને બોટાદમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4227એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,17,935 નાગરીકો સાજા થઈ ગયા છે. 4227ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,127 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 63 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,064 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો