ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,403 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી મોત, 4179 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે. અને હવે કોરોના કેસોનો આંક 11 હજારથી પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. આજે ગુજરાતમાં 11403 નવા કેસો નોંધાયા છે. જ્યારે 117 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 4179 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે આજે 1,51,192 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ભયંકર સ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદમાં 4 હજારથી વધારે કેસો નોંધાયા છે. જ્યારે સુરતમાં મોતનો આંકડો સૌથી વધારે છે.

રાજ્યમાં કુલ કેસોની આંક ચાર લાખને પાર કરી ગયો છે. હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 4,03,799 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 3,41,724 દર્દીઓ સાજા થયા છે. અને 5494 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 82.15 ટકા પર આવી ગયો છે.

ગુજરાતમાં સતત વધતાં જતાં કેસોને કારણે રાજ્યના એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસોનો આંક 68,754 પર પહોંચ્યો છે. જેમાંથી સરકારનાં આંકડા પ્રમાણે માત્ર 341 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. જ્યારે 68413 દર્દીઓની હાલત સ્થિર છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…

છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાંથી સુરત શહેરમાં સૌથી વધારે 28 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જે બાદ અમદાવાદ શહેરમાં 23, વડોદરા શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7,  સુરેન્દ્રનગરમાં 6, જામનગર શહેરમાં 4, ભરૂચમાં 3, જામનગર જિલ્લામાં 3, મોરબીમાં 3, રાજકોટ જિલ્લામાં 3, વડોદરા જિલ્લામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, ડાંગમાં 2. દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, મહેસાણામાં 2, સુરત જિલ્લામાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર શહેરમાં 1, બોટાદમાં એક, ગાંધીનગર શહેરમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.

જ્યારે અત્યાર સુધી કુલ 89, 59, 960 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે કુલ 14, 79, 244 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો