ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1033 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 79,816 થયો

ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1033 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 79,816 પર પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે કોરોનાના 1033 કેસ જ્યારે 1083 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 62,597 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.40 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.

કોરોનાથી કેટલા દર્દીના મોત ?

રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 15 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2802 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 25 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 49 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.

કોરોનાનો ચેપના ફેલાવાના ગ્રાફ પર નજર કરીએ તો આજે સુરત કોર્પોરેશન 168, અમદાવાદ કોર્પોરેશન 145, વડોદરા કોર્પોરેશન 94, સુરત 75, રાજકોટ કોર્પોરેશન 60, જામનગર કોર્પોરેશન 41, રાજકોટ 32, પંચમહાલ 29, અમરેલી 28, કચ્છ 24, મોરબી 22, પાટણ 21, ભાવનગર કોર્પોરેશન 20, ગીર સોમનાથ 19, ગાંધીનગર 17, મહેસાણા 17, ભરૂચ 16, ગાંધીનગર કોર્પોરેશન 15, વડોદરા 15, અમદાવાદ 13, દાહોદ 12, નવસારી 12, સુરેન્દ્રનગર 125, જુનાગઢ કોર્પોરેશન 11, ખેડા 11, જુનાગઢ 10, આણંદ 9, બનાસકાંઠા 9, ભાવનગર 9, દેવભૂમિ દ્વારકા 9, નર્મદા 9, મહીસાગર 8, પોરબંદર 8, સાબરકાંઠા 5, તાપી 5, વલસાડ 5, અરવલ્લી 4, બોટાદ 4, છોટા ઉદેપુર 3, જામનગર 3, અન્ય રાજ્ય 4 કેસો મળી કુલ 1033 કેસો મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો