ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1191 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,57,474 થયો

કોરોના મહામારી (Corona Epidemic)માં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોના વાયરસના (CoronaVirus) ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1191 પોઝિટિવ કેસ (1191 Positive Cases Of Coronavirus in Gujarat)આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,57,474એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3620એ પહોંચ્યો છે. જ્યારે 1279 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત (Gujarat) માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.36 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,657 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 52,69,542 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સ રત કોર્પોરેશન 178, અમદાવાદ કોર્પોરેશન 175, સુરત 90, વડોદરા કોર્પોરેશન 83, રાજકોટ કોર્પોરેશન 78, જામનગર કોર્પોરેશન 51, વડોદરા 42, મહેસાણા 37, રાજકોટ 33, પાટણ 27, ગાંધીનગર 26, અમરેલી 25, જામનગર 23, કચ્છ 23, પંચમહાલ 22, બનાસકાંઠા 21, ગાંધીનગર કોર્પોરેશન 21, સાબરકાંઠા 19, સુરેન્દ્રનગર 19, મોરબી 18, નર્મદા 18, આણંદ 15, જુનાગઢ કોર્પોરેશન 15, ખેડા 15, અમદાવાદ 14, જુનાગઢ 13, ભરૂચ 11, ભાવનગર કોર્પોરેશન 11, ગીર સોમનાથ 11, મહીસાગર 11, દાહોદ 9, દેવભૂમિ દ્વારકા 9, છોટા ઉદેપુર 5, નવસારી 5, બોટાદ 4, અરવલ્લી 3, પોરબંદર 3, તાપી 3, ભાવનગર 2, વલસાડ 2, ડાંગ 1 મળી કુલ 1191 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, પંચમહાલ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3620એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,39,149 નાગરીકો સાજા થઈ ગયા છે. 3620ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,705 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 92 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,613 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો