ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8210 કેસો નોંધાયા, 82 લોકોના કોરોનાથી મોત, 14,483 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાના દૈનિક કેસને લઇ ગુજરાતની પ્રજા માટે રાહતના સમાચાર છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી ગઇ છે. આજે સતત ત્રીજા દિવસે રાજ્યના દૈનિક કેસ 10,000થી નીચે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 8210 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે થતા મોતનો આંકડો પણ ઘટીને 90થી નીચે આવી ગયો છે. આજે 82 દર્દીઓના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 14,483 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9121 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 14,483 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 6,38,590 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 104908 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 791 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 104908 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 797 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 104111 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 84.85 % એ આવી ગયો છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2240 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 482 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 223 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 519 કેસ, જ્યારે ગ્રામ્યમાં 363 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 372 કેસ અને ગ્રામ્યમાં 163 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો