ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,920 કેસો નોંધાયા, 94 લોકોના કોરોનાથી મોત, 3,387 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ અને 94 લોકોના મોતથી ખડભળાટ મચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,9781 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ

કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશન પણ એક ઉપાય છે અને આ માટે વેક્સિનેશન વધારવા પર જોર આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આજે 1,31,826 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,29, 781 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 87.75 ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ 49737 કોરોનાના કેસ એક્ટિવ છે, જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર છે અને 49454 લોકો સ્ટેબલ છે.

કોરોનાના કેસો સૌથી વધુ અમદાવાદ કૉર્પોરેશનમાં 2842, સુરત કૉર્પોરેશન 1522, રાજકોટ કોર્પોરેશન 707, વડોદરા કૉર્પોરેશન 429, સુરત 398, મહેસામા 330, જામનગરમાં 192, ભરૂચમાં 173, વડોદરામાં 171 અને પાટણમાં 125 કોરોનાના કેસો સામે આવ્યા છે. જ્યારે 94 લોકોના મૃત્યુમાંથી 25 અમદાવાદ કૉર્પોરેશન, 24 સુરત કૉર્પોરેશન, રાજકોટ કૉર્પોરેશનમાં 8, વડોદરા કૉર્પોરેશનમાં 8, રાજકોટ 8, મોરબી, 4, સુરેન્દ્રનગર 3, ડાંગ, જામનગર, જામનગર કૉર્પોરેશન, સાબરકાંઠા, સુરતમાં 2-2 મોત થયા છે. અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા, વલસાડમાં 1-1 મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો