ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 352 કેસો નોંધાયા, 4 લોકોના કોરોનાથી મોત, 1006 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.70 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 400થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે ગઇ કાલ કરતા 53 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 352 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 4 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1006 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાજ્યના 8 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,007 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 1006 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,02,187 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 8884 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 219 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 352 કેસની સાથે આજે વધુ 4 દર્દીના મોત થયા છે.અમદાવાદમાં નવા 49 કેસ સાથે 2 દર્દીનાં મોત, સુરતમાં નવા 71 કેસ સાથે એકનું મોત, ડોદરામાં 50 અને રાજકોટમાં 25 કેસ, ગાંધીનગરમાં 11 અને જામનગરમાં 8 કેસ, જૂનાગઢમાં 13 કેસ, અમરેલી-ભરૂચ 10-10, બનાસકાંઠા-જુનાગઢ-નવસારી 9-9, વલસાડ-8, કચ્છ 6, પંચમહાલ 6, સાબરકાઠા 6, આણંદ 5, દેવભૂમિ દ્વારકા 5, અરવલ્લી 4, ગાંધીનગર 4, મહીસાગર 4, મહેસાણા 3, રાજકોટ 3, ભાવનગર કોપોરેશન 1, પાટણ1, સુરેન્દ્રનગર 1 કેસ નોંધાયો છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 8884 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 219 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 8665 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 97.70% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,08,21,654 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,63,630 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો