ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,152 કેસો નોંધાયા, 81 લોકોના કોરોનાથી મોત, 3,023 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કાતિલ કોરોના વકર્યો છે. અને દિવસે ને દિવસે કોરોના વિસ્ફોટ થતાં કોરોના પોતાના જુના રેકોર્ડ તોડી રહ્યો છે. આજે પણ કોરોનાનાં રેકોર્ડબ્રેક 8152 કેસો નોંધાયા હતા. જ્યારે 81 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. અને 2023 દર્દીઓ સાજા થયા હતા. જેની સામે રાજ્યમાં વેક્સિનેશન સતત ઘટતું જઈ રહ્યું છે. આજે પણ માત્ર 1.49 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

હાલ રાજ્યમાં કુલ કોરોના કેસોનો આંક 3,71,747 પર પહોંચ્યો છે. અને મોતનો આંક કુલ 5076 પર પહોંચ્યો છે. અને કુલ 3,26,394 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. આજે રાજ્યનો રિકવરી 86.86 પર પહોંચ્યો છે. 

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 44,298 પર પહોંચ્યો છે. જેમાં 267 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 44,031 દર્દીઓની હાલત સ્થિર છે. આજે અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠા 2, ગાંધીનગર શહેરમાં 2, રાજકોટ જિલ્લામાં 2, સાબરકાંઠામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ભરૂચમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 1, જૂનાગઢ 1, સુરત 1, વડોદરામાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. 

અમદાવાદમાં 2672 કેસ, 28નાં મોત, સુરતમાં 1864 કેસ, 26નાં મોત, રાજકોટમાં 762 અને વડોદરામાં 486 કેસ, જામનગરમાં 309 અને ભાવનગરમાં 170 કેસ, ગાંધીનગરમાં 129 અને જૂનાગઢમાં 107 કેસ, મહેસાણામાં 249, ભરૂચમાં 161, નવસારીમાં 104 કેસ, બનાસકાંઠામાં 103, પંચમહાલમાં 87, પાટણમાં 82 કેસ, કચ્છમાં 81, દાહોદમાં 79, અમરેલીમાં 74 કેસ, સુરેન્દ્રનગરમાં 72, તાપીમાં 61, મહિસાગરમાં 57 કેસ, સાબરકાંઠામાં 52, ખેડામાં 49, આણંદમાં 48 કેસ, મોરબી – વલસાડમાં 48 – 48, દ્વારકામાં 46 કેસ, નર્મદામાં 42 અને અરવલ્લીમાં 30 કેસ, ગીર સોમનાથમાં 24 અને બોટાદમાં 17 કેસ, છોટાઉદેપુરમાં 16, ડાંગમાં 12, પોરબંદરમાં 11 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 86, 29, 022 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 12, 53, 033 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજે કુલ 1,49,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં રસીકરણ ઘટી રહ્યું છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો