ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1175 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,55,098 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 70 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1175 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,959 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50,993 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1175 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,55,098 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.04 ટકા થયો છે.

આજે 1414 દર્દીઓ થયાં સાજા

આજે 1414 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,36,541 પર પહોંચ્યો છે. આજે 11 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,598 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,959 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 51,65,670 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે કોરોના વાયરસે 11 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, ગાંધીનગર 1, પાટણ 1, રાજકોટ 1, વડોદરામાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 252, અમદાવાદમાં 182, રાજકોટમાં 105, વડોદરામાં 117 અને જામનગરમાં 85 કોરોનાના કેસ નોંધાયા છે.

ગુજરાતના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

14/10/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 182
સુરત 252
વડોદરા 117
ગાંધીનગર 46
ભાવનગર 20
બનાસકાંઠા 11
આણંદ 12
રાજકોટ 105
અરવલ્લી 6
મહેસાણા 37
પંચમહાલ 19
બોટાદ 2
મહીસાગર 8
ખેડા 6
પાટણ 23
જામનગર 85
ભરૂચ 25
સાબરકાંઠા 19
ગીર સોમનાથ 18
દાહોદ 10
છોટા ઉદેપુર 4
કચ્છ 20
નર્મદા 5
દેવભૂમિ દ્વારકા 11
વલસાડ 3
નવસારી 10
જૂનાગઢ 41
પોરબંદર 6
સુરેન્દ્રનગર 23
મોરબી 14
તાપી 7
ડાંગ 0
અમરેલી 28

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો