ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1158 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,53,923 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1158 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,53,923એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3587એ પહોંચ્યો છે. જ્યારે 1375 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 87.79 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 51,14,677 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા કોર્પોરેશન 84, સુરત 79, જામનગર કોર્પોરેશન 77, રાજકોટ કોર્પોરેશન 73, મહેસાણા 41, વડોદરા 40, રાજકોટ 36, પંચમહાલ 27, ભરૂચ 26, જામનગર 23, મોરબી 22, સાબરકાંઠા 22, ગાંધીનગર કોર્પોરેશન 20, અમરેલી 19, સુરેન્દ્રનગર 19, બનાસકાંઠા 17, જુનાગઢ 17, જુનાગઢ કોર્પોરેશન 17, પાટણ 17, ગાંધીનગર 16, આણંદ 16, ગાંધીનગર 16, કચ્છ 15, અમદાવાદ 14, ગીર સોમનાથ, ભાવનગર કોર્પોરેશન 11, ખેડા 11, દેવભૂમિ દ્વારકા 9, મહિસાગર 9, છોટા ઉદેપુર 7, દાહોદ 7, નવસારી 6, તાપી 6, અરવલ્લી 3, ડાંગ 2, વલસાડ 2, ભાવનગર 1, નર્મદા 1, પોરબંદર 1 મળી કુલ 1158 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3 અને મહિસાગર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3587એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,35,127 નાગરીકો સાજા થઈ ગયા છે. 3587ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 15,209 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 82 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 15,127 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો