ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,742 કેસો નોંધાયા, 109 લોકોના કોરોનાથી મોત, 15,269 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે આજે 109 લોકોના મોત, સાજા થવાની સંખ્યામાં જોવા મળ્યો વધારો

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ નોંધાયા છે, તો આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

છેલ્લા 24 કલાકમાં 109 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 109 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8840 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 15,269 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,93,666 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 796 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોને અપાઇ રસી

સારા સમાચાર એ છે કે, આજે રાજ્યમાં 1,51,772 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2778 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 776 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 227 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 650 કેસ, જ્યારે ગ્રામ્યમાં 461 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 359 કેસ અને ગ્રામ્યમાં 332 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો