ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 455 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1063 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. આજે ગઇ કાલ કરતા 35 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 455 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 6 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1063 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 99917 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 1063 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,00,075 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 10249 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 253 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 455 કેસની સાથે આજે વધુ 6 દર્દીના મોત થયા છે. સુરતમાં નવા 96 કેસ સાથે એક દર્દીનું મોત, અમદાવાદમાં નવા 55 કેસ સાથે 2 દર્દીનાં મોત, વડોદરામાં નવા 72 કેસ સાથે એકનું મોત, રાજકોટમાં 46 અને જૂનાગઢમાં 34 કેસ, ગાંધીનગરમાં 8, જામનગરમાં 13, ભાવનગરમાં 1 કેસ, નવસારીમાં 17, ગીર સોમનાથમાં 14, ભરૂચમાં 11 કેસ, કચ્છમાં 10, અમરેલીમાં 9, પંચમહાલમાં 8 કેસ, વલસાડમાં 8, મહેસાણામાં 7, બનાસકાંઠામાં 6 કેસ, દ્વારકામાં 6, ખેડા-પોરબંદર-સાબરકાંઠામાં 5-5 કેસ, આણંદમાં 4, મહિસાગર-પાટણ-સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, અરવલ્લી-તાપીમાં 2-2, બોટાદ-નર્મદામાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 10249 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 253 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 9996 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 97.53% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,02,64,893 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,34,501 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો