ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: 24 કલાકમાં સૌથી વધુ 6690 કેસ નવા નોંધાયા, 67 લોકોના કોરોનાથી મોત

ગુજરાતમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. અને અનેક પ્રતિબંધો છતાં પણ કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. અને રોજ 500થી વધારે કેસોની છલાંગથી કોરોનાનાં કેસો વધી રહ્યા છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 6690 કેસો નોંધાયા છે. જ્યારે 67 લોકોનાં મોત નિપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે આજે 2748 લોકો સાજા થયા છે. અને રાજ્યનો રિકવરી રેટ 89.04 ટકા પર આવી ગયો છે. 

રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ કેસોનો આંક 3,56,185 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 4922 પર પહોંચ્યો છે. અને 3,20,729 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 34555 પર પહોંચ્યો છે. જેમાં 221 જ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 34334 દર્દીઓની હાલત સ્ટેબલ છે. આજે અમદાવાદ કોર્પોરેશમાં 23નાં મોત નિપજ્યા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 4, સુરત 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરૂચ 1, છોટા ઉદેપુર 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, સાબરકાંઠા 1 મોત નોંધાયું છે.

રાજ્યમાં કોરોનાને કારણે સૌથી ગંભીર હાલત અમદાવાદ શહેરની છે. કેમ કે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2251 કેસ નોંધાયા છે અને 23 દર્દીઓનાં મોત નિપજ્યા છે. સુરતમાં 1441 કેસ, રાજકોટમાં 616, વડોદરામાં 377, જામનગરમાં 489 કેસ, ભાવનગરમાં 128, ગાંધીનગરમાં 110, જૂનાગઢમાં 113 કેસ, મહેસાણામાં 177, બનાસકાંઠામાં 137, પાટણમાં 110 કેસ, અમરેલીમાં 98, ભરૂચમાં 87, આણંદમાં 68 કેસ, મોરબીમાં 65, પંચમહાલમાં 61, દાહોદમાં 58 કેસ, કચ્છમાં 58, સુરેન્દ્રનગરમાં 55, ખેડામાં 46 કેસ, સાબરકાંઠામાં 46, નવસારીમાં 44, મહિસાગરમાં 39 કેસ, વલસાડમાં 32, દ્વારકામાં 27, ગીર સોમનાથમાં 23 કેસ, નર્મદામાં 22, તાપીમાં 21, બોટાદમાં 16, ડાંગમાં 3 કેસ, અરવલ્લીમાં 14, પોરબંદરમાં 8, છોટા ઉદેપુરમાં 6 કેસ નોંધાયા છે.

જ્યારે એકબાજુ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આજે 2, 15,805 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અને અત્યાર સુધી કુલ 84,04,128 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 11,61,722 લોકોને રસીનો બીજો આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો