ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,26,508 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1204 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1204 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,26,508એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4160એ પહોંચ્યો છે. જ્યારે 1338 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 92.21 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 251, સુરત કોર્પોરેશન 158, વડોદરા કોર્પોરેશન 117, રાજકોટ કોર્પોરેશન 98, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર 34, કચ્છ 33, જામનગર કોર્પોરેશન 30, દાહોદ 29, રાજકોટ 28, સાબરકાંઠા 23, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, અમરેલી 20, મોરબી 20, સુરત 20, જામનગર 19, પાટણ 18, સુરેન્દ્રનગર 17, બનાસકાંઠા 15, ભાવનગર 14, ભાવનગર કોર્પોરેશન 14, જુનાગઢ કોર્પોરેશન 14, જુનાગઢ 13, નર્મદા 12, આણાંદ 11, ભરૂચ 11, પંચમહાલ 10, અમદાવાદ 9, ગીર સોમનાથ 8, અરવલ્લી 6, મહીસાગર 6, દેવભૂમિ દ્વારકા 5, છોટા ઉદેપુર 4, તાપી 4, પોરબાંદર 3, વલસાડ 2, બોટાદ 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 12 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 5 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, આણંદ 1, મહેસાણા 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1 વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4160એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,08,867 નાગરીકો સાજા થઈ ગયા છે. 4160ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,481 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 68 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,413 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો