ગુજરાતમાં કોરોના બેફામ, આજે નવા કેસોનો આંક 6000ને પાર, એક દિવસમાં 55 લોકોનાં મોત, 2854 દર્દીઓ થયાં સાજા

ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં એમ કહ્યું હતું કે લોકોને લાગે છે કે ગુજરાત હવે ભગવાન ભરોસે છે. તેવામાં આજના આંકડા પણ એ જ પ્રકારની સ્થિતિ જણાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6021 કેસ નોંધાયા છે. જ્યારે 55 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 2854 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ગુજરાતમાં કોરોના કેસોનો કુલ આંક 3,49,495 પર પહોંચ્યો છે. જ્યારે 3,17,981 લોકોએ કોરોનાને માત આપી છે. તો 4855 દર્દીઓનાં કુલ મોત કોરોનાને કારણે થયા છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 30680 પર પહોંચી છે. જ્યારે 216 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે અને 30464 દર્દીઓની હાલત સ્ટેબલ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 4, રાજકોટમાં 2, ભરૂચ 1, બોટાદ 1, સાબરકાંઠા 1, સુરતમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.

આજે અમદાવાદમાં નવા 1933 કેસ, 20નાં મોત, સુરતમાં નવા 1469 કેસ, 19નાં મોત, વડોદરામાં 381 અને રાજકોટ 576 કેસ, જામનગરમાં 296 અને ભાવનગરમાં 110 કેસ, ગાંધીનગરમાં 106 અને જૂનાગઢમાં 87 કેસ, મહેસાણામાં 136, પાટણમાં 97, નર્મદામાં 61 કેસ, બનાસકાંઠામાં 94, ભરૂચમાં 54, કચ્છમાં 50 કેસ, ખેડામાં 49, અમરેલી – મોરબીમાં 48 – 48 કેસ, નવસારીમાં 48, દાહોદમાં 45, મહિસાગરમાં 43 કેસ, પંચમહાલમાં 37, આણંદમાં 33, બોટાદમાં 31 કેસ, સુરેન્દ્રનગર – વલસાડમાં 29 – 29, સાબરકાંઠામાં 24 કેસ, દ્વારકામાં 20, ડાંગ – ગીર સોમનાથમાં 19 – 19 કેસ, છોટાઉદેપુરમાં 15, અરવલ્લી – તાપીમાં 14 – 14 કેસ, પોરબંદરમાં નવા 6 કેસનો ઉમેરો થયો છે.

રાજ્યમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. પણ રસીકરણમાં પણ વધારો થઈ રહ્યો નથી. રાજ્યમાં 82, 37, 367 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો જ્યારે 11, 12, 678 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. સતત વધતાં જતાં મોતને કારણે રાજ્યનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. હાલ રાજ્યનો રિકવરી રેટ 89.95 ટકા પર આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો