ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 481 કેસો નોંધાયા, 9 લોકોના કોરોનાથી મોત, 1526 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધા છે. આજે કોરોનાનાં નવા 481 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 9 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1526 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાજ્યના માત્ર ત્રણ શહેરમાં જ 50થી વધુ કેસ નોંધાયા છે બાકી તમામ શહેરો અને જિલ્લાઓમાં 50થી પણ ઓછા કેસ નોંધાયા છે. ત્યાં જ રાજ્યના પાંચ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9985 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 1526 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,97,734 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 11657 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 296 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 481 કેસની સાથે આજે વધુ 9 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં વધુ 72 કેસ સાતે 2 દર્દીના મોત, સુરતમાં નવા 85 કેસ સાથે એક દર્દીનું મોત, વડોદરામાં 88, રાજકોટમાં 34, જામનગરમાં 19 કેસ, ગાંધીનગરમાં 12, જૂનાગઢમાં 29, ભાવનગરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 15, અમરેલી-ભરૂચમાં 12-12 કેસ, આણંદમાં 11, મહિસાગર-નવસારીમાં 10-10 કેસ, પોરબંદર-ખેડામાં 9-9, વલસાડમાં 8 કેસ, કચ્છ-દ્વારકામાં 7-7, પંચમહાલમાં 6 કેસ, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, બનાસકાંઠામાં 4 કેસ, નર્મદામાં 3, મોરબીમાં 2, અરવલ્લીમાં 1 કેસ, સુરેન્દ્રનગર અને ડાંગમાં 1-1 કેસ નોંધાયો છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 11657 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 296 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 11361 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 97.36% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 1,97,35,809 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,86,459 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો