ગુજરાતમાં કોરોના બેફામ, આજે નવા કેસોનો આંક 5000ને પાર, એક દિવસમાં 49 લોકોનાં મોત, 2525 દર્દીઓ થયાં સાજા

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ભયાનક ગતિએ વધી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં 5011 કેસો નોંધાયા હતા. જ્યારે 49 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 2525 લોકોએ કોરોનાને માત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખુબ જ જીવલેણ સાબિત થઈ રહી છે. અને કેસોની સાથે સતત મોતનો આંક વધતાં ચિંતાના વાદળો છવાયા છે. અને તેમાં પણ અમદાવાદ અને સુરતની સ્થિતિ ભયંકર છે. 

ગુજરાતમાં કોરોના કેસોનો કુલ આંક 3,38,008 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 4746 લોકોનાં મોત નિપજ્યા છે. અને કુલ 3,12,151 લોકોએ કોરોનાને માત આપી છે. બીજી લહેરમાં મોતનો આંક વધતાં રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યનો રિકવરી રેટ 91.27 ટકા પર પહોંચ્યો છે.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 25129 પર પહોંચી છે. જેમાંથી 192 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 24,937 દર્દીઓની હાલત સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 15નાં, અમદાવાદ શહેરમાં 14, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4, અમદાવાદ જિલ્લામાં 2, સુરેન્દ્રનગરમાં 2, છોટા ઉદેપુર-ગાંધીનગર-ગાંધીનગર શહેર- સુરત જિલ્લામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 

જિલ્લા પ્રમાણે આંકડા જોઈએ તો, અમદાવાદમાં 1440 કેસ, 16નાં મોત, સુરતમાં નવા 1152 કેસ, 16નાં મોત, વડોદરામાં 447 અને રાજકોટમાં 529 કેસ, જામનગરમાં 275 અને ભાવનગરમાં 94 કેસ, ગાંધીનગરમાં 92 અને જૂનાગઢમાં 93 કેસ, પાટણમાં 118, કચ્છ – મોરબીમાં 52 – 52 કેસ, સાબરકાંઠામાં 45 અને મહિસાગરમાં 44 કેસ, નવસારી – પંચમહાલમાં 41 – 41, દાહોદમાં 38 કેસ, ખેડામાં 38, આણંદમાં 33, અમરેલીમાં 32 કેસ, ભરૂચમાં 32, સુરેન્દ્રનગરમાં 29, નર્મદામાં 28 કેસ, ગીર સોમનાથમાં 28, વલસાડમાં 25, તાપીમાં 15 કેસ, બનાસકાંઠામાં 23 અને દેવભૂમિ દ્વારકામાં 18 કેસ, અરવલ્લીમાં 14 અને બોટાદમાં 18 કેસ, છોટાઉદેપુર – ડાંગમાં 12 -12, પોરબંદરમાં 5 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 2,87,617 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કુલ 78,71,091 વ્યક્તિઓને પ્રથમ ડોઝ તો 10,31,634 વ્યક્તિઓને બીજા ડોઝની રસી આપવામાં આવી છે. આમ કુલ 89,027,25 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો