ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13847 કેસો નોંધાયા, 172 લોકોના કોરોનાથી મોત, 10582 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં આજે 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો સાથે જ રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં જામનગરમાં આજે પણ કેસનો આંકડો 400 ની નજીક એટલે કે 390નો રહ્યો છે, તો ગાંધીનગર અને જૂનાગઢમાં અનુક્રમે 160 અને 147 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં હજુ પણ કોરોનાનો ખતરો તોળાયેલો જ છે અને આજે અહીં 410 નવા કેસ સામે આવ્યા છે.

આ આથી મહાનગરો સિવાય અન્ય જિલ્લાઓમાં મહેસાણા 517 કેસ, સુરત જિલ્લામાં 393, જામનગરમાં 353, વડોદરામાં 236 , બનાસકાંઠામાં 198, ખેડા 196, પાટણ 169, નવસારી 164 અને ભાવનગર 163 કેસ સાથે પ્રમુખ કેસ ધરાવતા જિલ્લા બન્યા છે.

રાજ્યમાં પહેલી વાર 18+ 55,235 લોકોનું રસીકરણ

મહત્વનું છે કે આજથી 18+ લોકોનું પ્રથમ વાર રસીકરણ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં 55,235 લોકો જે 18 થી 44 ની વયના છે ને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય કુલ 2,17,093 લોકોને રસી અપાઈ છે, અને રાજ્યમાં કુલ 4,29,130 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયા છે, રિકવરી રેટ હાલમાં 73.78 ટકા છે, સાથે જ 1,42,139 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 637 લોકો વેન્ટિલેટર પર છે, અને 1,44,502 દર્દીઓની હાલત સ્થિર છે. કુલ મોતનો આંકડો 7355 થઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો