ગુજરાતમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 675 કેસ નોંધાયા અને 21 લોકોના મોત થયા, કુલ કેસ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 675 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 33,318‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 368 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 24,038‬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 21 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,869‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 201‬ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 180 અને સુરત જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,030‬‬ પર પહોંચ્યો છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 215‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 208 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,128‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 125‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,091‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 8 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,449‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3588 એક્ટિવ કેસ છે.

 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

01/07/2020પોઝિટિવ કેસ
અમદાવાદ215
સુરત201
વડોદરા57
નવસારી24
જામનગર18
ગાંધીનગર16
રાજકોટ15
ભરૂચ15
વલસાડ15
બનાસકાંઠા12
સુરેન્દ્રનગર12
મહેસાણા10
ખેડા9
આણંદ8
જૂનાગઢ7
ભાવનગર6
પંચમહાલ5
સાબરકાંઠા5
મોરબી4
અરવલ્લી3
કચ્છ3
અમરેલી3
બોટાદ2
મહીસાગર2
પાટણ2
દાહોદ2
છોટા ઉદેપુર2
ગીર સોમનાથ1
નર્મદા1

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ211281609114493588
સુરત503034291631438
વડોદરા2324160849667
ગાંધીનગર67049031149
ભાવનગર26715013104
બનાસકાંઠા1901561123
આણંદ2301921325
રાજકોટ2841348142
અરવલ્લી2101671924
મહેસાણા28614311132
પંચમહાલ1831351533
બોટાદ9265324
મહીસાગર139116221
ખેડા167115745
પાટણ2071141677
જામનગર2341154115
ભરૂચ24311710116
સાબરકાંઠા179116855
ગીર સોમનાથ7747129
દાહોદ6143117
છોટા ઉદેપુર5736219
કચ્છ16596564
નર્મદા9139052
દેવભૂમિ દ્વારકા231823
વલસાડ165543108
નવસારી12151268
જૂનાગઢ10855350
પોરબંદર191027
સુરેન્દ્રનગર15472775
મોરબી2610115
તાપી8602
ડાંગ4400
અમરેલી8836745
અન્ય રાજ્ય888179
TOTAL333182403818697411

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો