ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1477 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,11,257 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે ઘટાડો થયો છે અને આજે 1500થી ઓછા કેસ આવ્યા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1477 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1477 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,11,257એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે. જ્યારે 1547 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.06 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 15 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 10 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, અમરેલી 1, પાટણ 1 અને વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,92,368 નાગરીકો સાજા થઈ ગયા છે. 4004ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,885 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 81 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,804 સ્ટેબલ છે.

અમદાવાદ જિલ્લામાં 332 કેસ આવતા ચિંતા વધી 

આજે અમદાવાદ શહેરમાં 311, અમદાવાદ જિલ્લામાં 21, સુરત શહેરમાં 214, સુરત જિલ્લામાં 50, વડોદરા શહેરમાં 140, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 94, રાજકોટ જિલ્લામાં 66,ગાંધીનગર શહેરમાં 34, ગાંધીનગર જિલ્લામાં 30 તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 67 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત 

01/12/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 332
સુરત 264
વડોદરા 181
ગાંધીનગર 64
ભાવનગર 19
બનાસકાંઠા 29
આણંદ 16
રાજકોટ 160
અરવલ્લી 7
મહેસાણા 67
પંચમહાલ 21
બોટાદ 2
મહીસાગર 21
ખેડા 48
પાટણ 14
જામનગર 36
ભરૂચ 13
સાબરકાંઠા 19
ગીર સોમનાથ 7
દાહોદ 18
છોટા ઉદેપુર 5
કચ્છ 23
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 2
નવસારી 5
જૂનાગઢ 22
પોરબંદર 2
સુરેન્દ્રનગર 12
મોરબી 21
તાપી 4
ડાંગ 0
અમરેલી 28
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો