સુરત પોલીસનો રિયલ હિરો : ડૂબી રહેલા માસી-ભાણેજને કોન્સ્ટેબલે નદીમાં કુદીને બચાવી લીધા, જવાનનું સન્માન કરાયું

હું નોકરી કરી સવારે ઘરે જતો હતો. સવારે 8.45 થી 9 વાગ્યાની વચ્ચે કોઝવે પરથી પસાર થતો હતો તે વખતે લોકોના ટોળા હતા. જેથી હું બાઇક મુકીને ત્યાં શું થયું છે તે જોવા માટે ગયો હતો. 10 વર્ષની દીકરી પાણીમાં બચાવો, બચાવો બૂમો પાડતી હતી. મેં કોઈપણ જાતની પરવાહ કર્યા વગર કે મારા ફેમિલીનું વિચાર્યા વગર મોબાઇલ અને બુટ કાઢીને પોલીસની વર્દીમાં પાણીમાં છલાંગ મારી દીધી હતી. પહેલા 10 વર્ષની જયશ્રીને પાણીમાં બહાર કાઢીને કિનારે લાવ્યો ત્યાર પછી બાળકીની 30 વર્ષીય માસી જે પાણીમાં ગરકાવ થઈ હતી, જેને પણ 5 મિનીટમાં પાણીમાં ડૂબકી મારી અંદરથી બહાર કાઢી હતી. મહિલા બેભાન હતી. જેથી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 આવે તે પહેલા 15 મિનીટ સુધી મે અન્ય એક વ્યકિત સાથે મળીને મહિલાને વોમીટ કરાવી શરીરમાંથી પાણી બહાર કાઢયું હતું. 108એ આવી ત્યારે મહિલાને હોસ્પિટલમાં જવાની ના પાડતા પ્રાથમિક સારવાર આપી હતી. – રામશીભાઈ રબારી

લોકોના ટોળામાંથી રામશીભાઈએ હિંમત દાખવી

પોલીસ ભવન ખાતેના ટ્રાફિક વહિવટ અને પ્લાનિંગ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે સેવા આપતાં રામશીભાઈ રબારી સવારે નવેક વાગ્યાની આસપાસ રાતપાળીમાં ફરજ બજાવી પોતાના ઘર સિંગણપોર તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કોઝ વે પર લોકોનું ટોળું જામ્યું હતું. માસી ભાણેજને ડૂબતાં જોઈ રહેલા લોકોની વચ્ચેથી રામશીભાઈ ક્ષણનો પણ વિચાર કર્યા વગર તાપી નદીમાં કુદી પડ્યાં હતા અને માસી ભાણેજને સહિ સલામત રીતે કાંઠે લઈ આવ્યાં હતાં.

ભંગાર વિણતા વિણતા ડૂબલા લાગ્યાં

રીટા લક્ષ્મણ રાઠોડ (ઉ.વ.આ.30) માસી અને ભાણેજ જયશ્રી મુન્ના રાઠોડ(ઉ.વ.આ.10)ના તાપી નદીમાંથી ભંગાર વીણી રહ્યાં હતાં. પાણીની ખાલી બોટલ સહિતનો ભંગાર વિણતા વિણતા નદીમાં જામેલી લીલમાં પગ લપસી જતાં બન્ને ડૂબલા લાગી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રામશીભાઈ રબારીએ સૌ પ્રથમ કિશોરી જયશ્રીને કાંઠે લાવ્યા બાદ તેની માસીને બચાવી લેવામાં સફળ રહ્યાં હતાં.

થોડું મોડું થયું હોત તો મોત પણ થઈ શક્યું હોત-કોન્સ્ટેબલ

સમય સૂચકતા વાપરીને માસી ભાણેજના જીવ બચાવનાર કોન્સ્ટેબલ રામશીભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રાતપાળી કરીને નીકળ્યો એ દરમિયાન કોઝ વે પર લોકોનું ટોળું દેખાયું હતું. જેથી ત્યાં પહોંચીને જોયું તો માસી ભાણેજ ડૂબી રહ્યાં હતાં જેથી ફાયરબ્રિગેડ આવે અને તે અગાઉ જ થોડું મોડું થાય અને મોત થાય તેના કરતાં મને તરતાં આવડતું હોવાથી સીધો જ તાપીમાં જમ્પ લગાવીને બન્ને માસી ભાણેજને બચાવી લેવામાં સફળતા મળી હતી.

બાળકી બચાવોની બૂમો પાડી રહી હતી અને લોકો વીડિયો ઉતારી રહ્યા હતા

10 વર્ષીય બાળકી માસી રીતા રાઠોડ સાથે કોઝવે પર ભંગાર વિણે છે. બાળકી ખાલી બોટલ લેવા કોઝવે પર જતાં લીલને કારણે લપસતા ડૂબવા લાગી હતી. તેની માસીએ દુપટ્ટો નાખીને બચાવવાની કોશિશ કરી બાદમાં માસીનો પગ લીલને કારણે લપસી ગયો હતો. જે જગ્યાએ મહિલા અને બાળકી પડયાં ત્યાં 25 ફુટ પાણી હતું. મહિલા ડૂબી રહી હતી, બાળકીને થોડું તરતા આવડતું હોવાથી બચાવવા માટે બૂમો પાડી રહી હતી પરંતુ લોકો બચાવવાને બદલે ઉભા રહી વિડીયો ઉતારી રહ્યા હતાં

જીવનરક્ષા એવોર્ડ માટે ભલામણ કરાશે-કમિશનર

શહેરના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે બહાદૂરીનું કામ કરનાર રામશીભાઈ રબારીને સન્માનપત્ર આપવાની સાથે સાથે જીવનરક્ષા એવોર્ડ આપવા માટે રાજ્ય સરકારમાં ભલામણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો