જો તમારા બાળકને મોબાઇલનું અતિ વળગણ હોય તો થઇ જાવ સાવધાન, આ રોગ થયા બાદ 100 ટકા રિકવરી આવતી નથી

અત્યારે મોબાઇલના યુગમાં સમાજમાં ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડરને કારણે માનવી એકાંતપ્રિય બનતો જાય છે. ઓફિસ હોય કે ઘર એક જ રૂમમાં બેઠેલા લોકો એક બીજા સાથે વાતચીત કરવાને બદલે હવે મોબાઇલ ફોનમાં ખૂપેેલા જોવા મળે છે. આ સંજોગોમાં બાળકોને પણ મોબાઇલનું ફોનનું વળગણ થતું જાય છે.બાળક વર્ણાક્ષરો પછી શીખે છે પહેલા ઇન્ટરનેટનો ઉપયોગ વોઇસ કમાન્ડ દ્વારા કરતો થઇ જાય છે. સામાન્ય વળગણ હોય તો વાંધો નહીં,પરંતુ જો તમારા બાળકને મોબાઇલનું અતિ વળગણ હોય તો બાળક કદાચ ઓટિઝમથી પીડાતું નથીને તેની તકેદારી રાખવી જરૂરી છે..

બાળકને મોબાઇલનું અતિ વળગણ હોય તો તેને ઓટિઝમ હોઇ શકે, આ રોગમાં 100% રિકવરી આવતી નથી

ઓટિઝમ રોગને સ્વલીનતા તરીકે ઓળખાવી શકાય

આધુનિક સમયમાં આ રોગની મોબાઇલનું અતિ વળગણ પણ એક નિશાની છે. ઓટિઝમ રોગને સ્વલીનતા તરીકે ઓળખાવી શકાય. જેમાં બાળક પોતાનામાં જ ખોવાયેલો રહે સમાજમાં ક્યાય ભળે નહીં. બોલિવૂડે પણ આ રોગથી પીડાતા બાળકોની સમસ્યાને વાચા આપી છે. માય નેમ ઇઝ ખાન, બરફી વગેરે ફિલ્મોએ આ સમસ્યા સમજાવી તેના નિરાકરણ પણ સૂચવ્યા છે, પરંતુ તબીબોના કહેવા મુજબ આ રોગમાં ક્યારેય 100 ટકા રિકવરી આવતી નથી જે કડવી વાસ્તવિકતા છે. બાળક પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત ન કરી શકે અને સાવ અતડો રહે છે. ઘણા બાળકોને આ રોગમાં આંચકી આવે છે. તે ઘણી વખત એક જ પ્રકારનું હલન ચલન કરતો જોવા મળે છે…

કોઇ પણ પ્રકારના લક્ષ્ય વગર હાયપર એક્ટિવ રહેતો જોવા મળે છે. માનસિક વિકલાંગતા પણ જોવા મળે છે.જેમાં કઇ પણ પ્રકારનું ફોકસ ન રહે અથવા તો ભારે ગુસ્સો આવે અને બાળક એવી કોઇ પ્રતિક્રિયા કરી બેસે કે જે કોઇએ ધારી ન હોય.જનીનોની ખામીને કારણે આ રોગ થઇ શકે અથવા બ્રેઇન સ્ટ્રક્ચરમાં કોઇ ખામી હોય તો આ રોગ થઇ શકે. કિશોર અવસ્થાથી શરૂ કરી યુવાની સુધીમાં આ રોગમાં કોઇ પણ પ્રકારનું વ્યસન લાગી શકે જેમા આલ્કોહોલ સહિતના નશીલા પદાર્થોનો પણ સમાવેશ થાય છે તેમ મનોચિકિત્સકોનું કહેવું છે…

આ પણ વાંચજો..

બાળકને દિવસમાં કેટલો સમય ફોન આપવો? મોબાઈલ એડિક્શનથી કેવી રીતે બચવું, જાણો વિગતે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો