બાળકને દિવસમાં કેટલો સમય ફોન આપવો? મોબાઈલ એડિક્શનથી કેવી રીતે બચવું, જાણો વિગતે

‘એની ચિંતા ના કરો કે બાળક તમારું સાંભળતું નથી, પણ એની ચિંતા કરો કે બાળક તમને જોઈને બધું શીખે છે. એક સર્વે પ્રમાણે ૨૦૦૪માં ભારતમાં ટીનએજરનો મોબાઈલનો સરેરાશ વપરાશ ૦.૪ કલાક પ્રતિ દિવસ હતો અને જે વધીને ૨૦૧૭ માં સરેરાશ ૨.૫ કલાક થઇ ગયો છે. બાળકો અને એમના માતા-પિતા પણ મોબાઈલ અને ઇન્ટરનેટના એડિક્ટ થઇ ગયા છે. ઓનલાઈન ગેમ પબજી રમતા દરેક બાળકો મોબાઇલ ગેમ બહુ જ એડિક્ટિંગ હોય છે.

આપણે નાના હતા ત્યારે સુપર મારિયો રમતા અને કલાકો એમાં જતા રહેતા. એ વખતે ગેમ મોબાઇલ પર નહીં અને ટીવી પર રમાતી. આજે મોટાભાગનાં બાળકો ઓનલાઇન ગેમનાં એડિક્ટેડ થઇ ગયા છે ત્યારે સરકારે પબ્જી જેવી ગેમ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. એટલે જ કહેવું પડે ‘ઉદાસ ફિરતા હૈ અબ મહોલ્લે મેં બારીસ કા પાની, કસ્તિયા બનાને વાલે વચ્ચે મોબાઈલ સે ઈશ્ક કર બૈઠૈ’ બાળકોને મોબાઈલથી બચાવો. પેરેન્ટિંગ ફોર પીસ દ્વારા ‘ઈલેક્ટ્રોનિક મિડિયાના ફાયદા અને ગેરફાયદા વિષય સેમિનાર યોજાયો, ડો.પ્રશાંત કારિયાએ આ વાત કહી.

બાળક સાંભળતું નથી એની નહીં, તમને જોઈને શીખે છે એની ચિંતા કરો

ફોનમાં જોવાથી ડ્રાય આઈ સિન્ડ્રોમ થાઈ શકે

1 ઓનલાઇન ગેમ ઇન્ટ્રેસ્ટિંગ હોય અને એને કારણે એનું એડિક્શન થઇ જાય. એટલે બાળક કલાકો સુધી એ રમ્યા કરે. મિત્રો સાથે રમવાનો કે ભણવાનો સમય પણ બગડે.

2 સતત મોબાઇલ પર રહેવાથી આંખો ડ્રાય થાય અને બાળકોને ડ્રાય આઇ સિન્ડ્રોમ થાય.

3 હિંસાત્મક ગેમ એમનાં દિમાગમાં નાનપણથી જ આક્રમકતાનાં બીજ રોપે છે.

4 ચેલેન્જિંગ ગેમ એક પછી એક ટાસ્ક કરાવની ધૂનમાં બાકીનું બધું ભૂલાવી દે. આખી રાત રમતા રહેવાથી બીજા દિવસે ઊંઘ આવે અને સ્ફૂર્તિ રહેતી નથી. અભ્યાસમાં નકારાત્મક અસર બાળક પર પડે.

આ રીતે બચો મોબાઈલ એડિક્શનથી

માતા-પિતાએ સારા રોલ મોડેલ બનવું જોઇએ અને પોતે ગેમ્સથી દૂર રહેવું જોઇએ. કહેવાય છે કે કોઈ પણ આદત બદલવા માટે ૨૧ દિવસ જોઈએ. ધીમે ધીમે તમે મોબાઈલ અને ગેમિંગ એડિક્શનથી બચી શકો છો. સ્ક્રીન ટાઇમ લિમિટ નક્કી રાખવો જોઇએ. બે વર્ષથી નીચેનાં બાળકોને મોબાઇલ આપવો જોઇએ નહીં. બાળક મોટું થાય પછી દિવસનાં વધારેમાં વધારે એક કલાક ફોન આપી શકાય. બાળકની એક ડાયરી બનાવી એમાં એનો સ્ક્રીન ટાઇમ નોંધી લો. એક અઠવાડિયાનો સ્ક્રીન ટાઇમનો સરવાળો કરો અને બાળકને જ પૂછો કે આટલો સમય યોગ્ય છે અને જો યોગ્ય ન હોય તો શું કરવું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો