છઠ પૂજાના દિવસે સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઈએ, આ મંત્રનો જાપ કરવો જોઈએ

ગુરુવાર 31 ઓક્ટોબરથી છઠ પૂજાનું પર્વ શરૂ થઈ ગયુ છે. શનિવાર, 2 નવેમ્બરે કારતક મહિનાના શુક્લ પક્ષની છઠ તિથિ છે. આ તિથિએ સંધ્યા સમયે સૂર્યને વિશેષ અર્ધ્ય આપવાની પરંપરા છે. રવિવાર, 3 નવેમ્બરે સવારે પણ સૂર્યને વિશેષ અર્ધ્ય આપવામાં આવશે અને પૂજા કરવામાં આવશે.

છઠ પૂજાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છેૃ-

છઠના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને જળ ચઢાવવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણએ સૂર્ય નવ ગ્રહોનો રાજા છે. તે સિંહ રાશિનો સ્વામી છે. સૂર્યદેવ શનિ, યમુના નદી અને યમરાજના પિતા છે. શનિ પુત્ર છે, પરંતુ આ બંનેનો સંબંધ દુશ્મનીનો છે. સૂર્યદેવને માન-સન્માનનો કારક ગ્રહ માનવામાં આવે છે. છઠ પૂજા ઉપર સૂર્યને કંકુ કે લાલ ચંદન, લાલ ફૂલ, ચોખા ચઢાવવા જોઈએ. દીવો પ્રગટાવવો જોઈએ. તાંબાના લોટામાં જળ ચઢાવવું જોઈએ. સૂર્ય પૂજાની સરળ વિધિ-

સૂર્ય પૂજા માટે તાંબાની થાળી અને તાંબાના લોટાનો ઉપયોગ કરો. લાલ ચંદન અને લાલ ફૂલની વ્યવસ્થા રાખો.

લોટામાં જળ લઈને તેમાં એક ચપટી લાલ ચંદનનો પાવડર મેળવી લો. લાલ ફૂલ પણ નાખો. થાળીમાં સળગતો દીવો અને પાણીથી ભરેલો લોટો મૂકી દો. આ વસ્તુઓ પોતાની પાસે રાખો.

ત્યારબાદ ऊँ सूर्याय नमः કે ऊँ आदित्याय नम: મંત્રનો જાપ કરો. સૂર્યને પ્રણામ કરો.

તાંબાના લોટાથી સૂર્યદેવને જળ ચઢાવો. સૂર્ય મંત્રનો જાપ કરતાં રહો. આ પ્રકારે સૂર્યને જળ ચઢાવવું તે સૂર્યને અર્ધ્ય આપવું કહેવાય છે.

સૂર્ય મંત્ર- ऊँ सूर्याय नमः अर्घ्यं समर्पयामि બોલીને બધું જ પાણી સૂર્યને સમર્પિત કરી દો.

અર્ધ્ય સમર્પિત કરતી વખતે નજર લોટામાંથી ઢળતી પાણીની ધાર ઉપર રાખો. જળની ધારામાં સૂર્યદેવના દર્શન કરો.

દીવો પ્રગટાવીને સૂર્યદેવની આરતી કરો. સાત પરિક્રમા કરો અને હાથ જોડીને પ્રણામ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો