કચ્છની પટેલ યુવતીની UKની સ્થાનિક ચૂંટણીમાં જીત, બ્રિટિશ પીએમએ પણ આપ્યો સાથ

મૂળ કચ્છ અને હાલમાં યુકેમાં રહેતી યુવતીએ હેરો સીટીની સ્થાનિક ચૂંટણીમાં ઉભી રહી હતી અને તેમાં તે વિજેતા બનતાં કચ્છનું ગૌરવ વધાર્યુ છે. મહત્વની વાત એ છે કે, બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા ચેતના હાલાઇનાં ચૂંટણી પ્રચારમાં બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ પણ હાજરી આપી હતી.

માત્ર 30 વર્ષની ઉંમરે ચૂંટણીમાં મેળવ્યો વિજય

– વિદેશમાં રહીને એક ગુજરાતી તરીકે ત્યાંની સ્થાનિક ચૂંટણીમાં ઉભા રહેવું અને તેમાં જીત મેળવવી મુશ્કેલ કામ છે.
– પરંતુ 30 વર્ષીય ચેતના હાલાઇએ યુકેની હેરો સિટીની સ્થાનિક ચૂંટણી લડીને વિજય મેળવ્યો છે.
– આ પ્રકારે જીત હાંસલ કરનાર ચેતના કચ્છના કણબી સમાજની પ્રથમ યુવા મહિલા બની ગઇ છે.

નાની ઉંમરે મેળવી સિદ્ધિ

– મૂળ ભુજ તાલુકાના માધાપર ગામના અને છેલ્લી બે પેઢીથી યુકેમાં રહેતા ચેતના હાલાઇએ પડકારભરી ચૂંટણીમાં જીત મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું છે.
– દસ હજરા મતદારો ધરાવતા હેરો સિટી (ઇસ્ટ)ની આ ચૂંટણી લડનાર ચેતનાની રાજકીય સિદ્ધિ અદભૂત ગણાય.
– બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા કચ્છી કણબી કન્યાના ચૂંટણી પ્રચાર માટે ખુદ બ્રિટન વડાપ્રધાન થેરેસા મે પણ આવ્યા હતા.

કચ્છમાં યોજાયેલી બાઇક રાઇડરમાં લીધો હતો ભાગ

– ચેતનાએ તાજેતરમાં જ નાના બાળકો, વૃદ્ધો અને અંધ વ્યક્તિઓ માટે ફંડ એકઠું કરવા કચ્છમાં યોજાયેલી બાઇક રાઇડમાં પણ ભાગ લીધો હતો.
– આશ્ચર્યની વાત એ હતી કે, આ બાઇક રાઇડ સમયે તેઓ ચૂંટણી પણ લડી રહ્યા હતા.
– આટલી વ્યસ્તતા વચ્ચે વતન આવી ચેરિટી વર્ક માટે ઉત્સાહભેર બાઇક રાઇડમાં ભાગ લઇ ચેતનાએ અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કર્યા હતા.

નાની ઉંમરે મેળવી સિદ્ધિ

– મૂળ ભુજ તાલુકાના માધાપર ગામના અને છેલ્લી બે પેઢીથી યુકેમાં રહેતા ચેતના હાલાઇએ પડકારભરી ચૂંટણીમાં જીત મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું છે.

– દસ હજરા મતદારો ધરાવતા હેરો સિટી (ઇસ્ટ)ની આ ચૂંટણી લડનાર ચેતનાની રાજકીય સિદ્ધિ અદભૂત ગણાય.

– બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા કચ્છી કણબી કન્યાના ચૂંટણી પ્રચાર માટે ખુદ બ્રિટન વડાપ્રધાન થેરેસા મે પણ આવ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો