કચ્છ ની ૩૦ વર્ષની યુવા કણબી કન્યા ચેતના હાલાઈ નો UK ના રાજકારણ માં પ્રવેશ : લંડનના હેરો સીટીના કાઉન્સીલર ચુંટાયા..

વિદેશ માં રહીને ત્યાંના રાજકીય ક્ષેત્રે ચુંટણી લડીને જીતવું એ મુશ્કેલ કામ છે.પણ,૩૦ વર્ષના ચેતના હાલાઈ UK ના હેરો સિટીની સ્થાનિક ચુંટણી લડીને વિજેતા બનનાર કચ્છના કણબી સમાજના પ્રથમ યુવા મહિલા છે. મૂળ માધાપર(ભુજ)ના અને છેલ્લી બે પેઢી થી UK માં રહેતા ચેતના હાલાઈ એ ખૂબ જ પડકાર ભરી આ ચુંટણી જીતીને આપણા વતન નું ગૌરવ વધાર્યું છે.૧૦ હજાર મતદારો ધરાવતા હેરો સીટી ઈસ્ટની આ ચુંટણી લડનારા ચેતના હાલાઈ ખૂબ જ યુવાન છે અને આ ઉંમરે તેમણે મેળવેલી રાજકીય સિદ્ધિ આવકારદાયક છે.

કચ્છ ની ૩૦ વર્ષની યુવા કણબી કન્યા ચેતના હાલાઈ નો UK ના રાજકારણ માં પ્રવેશ : લંડનના હેરો સીટીના કાઉન્સીલર ચુંટાયા..

બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટાઈ આવેલા કચ્છી કણબી કન્યા ચેતના હાલાઈના ચુંટણી પ્રચાર માટે વડાપ્રધાન થેરેસા મેં પણ આવ્યા હતા. બ્રિટન ના રાજકારણ માં હવે આગળ વધવા માંગતા ચેતના હાલાઈ સામાજિક સેવાકીય ક્ષેત્રે પણ આગળ છે.

તાજેતરમાં જ નાના બાળકો, વૃધ્ધો અને અંધ વ્યક્તિઓ માટે ફન્ડ એકઠું કરવા કચ્છમાં યોજાયેલ બાઇક રાઈડમાં ભાગ લેવા ચેતના હાલાઈ ચુંટણીની વ્યસ્તતા વચ્ચે પણ વતનમાં આવ્યા હતા.ચૂંટાયા પછી શું ? ચેતના હાલાઈ પરિપક્વ રાજકારણીની જેમ કહે છે કે,તેમના વિસ્તારના પ્રશ્નો ઉપરાંત ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા માટે તેઓ જાગૃત રહેશે.લેબર પાર્ટીના ઉમેદવાર સામે માત્ર ત્રણ જ મત થી વિજેતા થયેલ ચેતના હાલાઈ એ રસાકસીભરી આ ચુંટણી જીતીને પોતાના લડાયક મિજાજનો સંકેત આપી દીધો છે. આવનારા સમય માં UK ના રાજકીય ક્ષેત્રે કચ્છની આ કણબી કન્યાનો દબદબો વધે તેવી પટેલ સમાજની શુભેચ્છાઓ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરજો..

કચ્છ ની ૩૦ વર્ષની યુવા કણબી કન્યા ચેતના હાલાઈ નો UK ના રાજકારણ માં પ્રવેશ : લંડનના હેરો સીટીના કાઉન્સીલર ચુંટાયા..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!