આ રિક્ષાવાળાએ રિક્ષાને બનાવી હાઈટેક, બેસનારને હોટેલ જેવી મળે છે સુવિધા, જીતી ચૂક્યો છે અઢળક એવોર્ડ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે પણ અન્ય લોકોની જેમ ભણે-ગણે અને જીવનમાં આગળ વધે. તે પણ મહિને સારી કમાણી કરે અને પરિવારને સારામાં સારી લાઈફસ્ટાઈલ આપે. પરંતુ સમય દરેકને સાથ આપતો નથી અને તેના કારણે શરુઆતથી જ કામ કરી રહ્યા હોય તે જ તેને કરવું પડે છે. પરંતુ તે કામને તમે કેટલી સારી રીતે કરો છો, કેટલી બારિકીથી કરો છો તે પણ અત્યંત મહત્વનું છે. કેટલાક લોકો એવા હોય છે જે પોતાના કામથી એટલો પ્રેમ કરવા લાગે છે કે તેની સામે તેને દરેક વસ્તુ નાની લાગે છે. ચેન્નાઈના એક રિક્ષાવાળાની કહાણી આવી જ છે. તેને તેના કામ પ્રત્યે એટલો પ્રેમ છે કે, ગ્રાહકો માટે તેણે રિક્ષાને હોટેલ જવી બનાવી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનવા માગતો હતો બિઝનેસમેન
આ વ્યક્તિનું નામ છે અન્ના દુરાઈ અને તે ચેન્નાઈમાં રિક્ષા ચલાવે છે. તે પહેલા વેપારી બનવા માગતો હતો. પરંતુ મજબૂરી અને સ્થિતિના કારણે આગળ અભ્યાસ કરી શક્યો નહીં. તેથી, તે રિક્ષા ચલાવવા લાગ્યો. પરંતુ તેણે પોતાની રિક્ષાને એવી બનાવી દીધી કે, આજે દરેક કોઈ તેના વખાણ કરી રહ્યા છે.

અન્નાએ રિક્ષાને બનાવી હાઈટેક
અન્નાએ પોતાની રિક્ષાને હાઈટેક બનાવી દીધી છે. તેની રિક્ષામાં બેસીને સવારી કરનારને પહેલા વાચવા માટે મળે છે ન્યૂઝપેપર અને મેગેઝિન. તેણે પોતાની રિક્ષામાં આઈપેડ પણ રાખ્યું છે. ટીવી પણ છે અને હા, એક મિની ફ્રિઝ પણ. હ્યુમન્સ ઓફ બોમ્બે નામના પેજ પર તેણે પોતાની કહાણી શેર કરી હતી.

કેટલાક લોકો પાસેથી નથી લેતો રિક્ષાનું ભાડુ
અન્ના શિક્ષકો અને લોકોને પ્રેરણા આપતા લોકોને પોતાની રિક્ષામાં ફ્રીમાં બેસાડે છે. તે પોતાનો આ આઈડિયાને લોકોની સાથે પણ શેર કરી ચૂક્યો છે. ઘણા લીડરશિપ પ્રોગ્રામમાં તે પોતાના નવા આઈડિયા લોકો સાથે શેર કરી ચૂક્યો છે, જેથી ધંધાને લઈને કંઈક નવું કરી શકાય.

અન્ય લોકોને કરે છે પ્રેરિત
તે પોતાના જીવનની કહાણી અને મહેનતના કિસ્સા સંભળાવીને નિરાશ બેઠેલા લોકોને પ્રેરિત કરે છે. તે મોટિવેશનલ સ્પીકર પણ છે. અન્ના ઘણી જગ્યાએ ઈન્ટટરવ્યૂ આપી ચૂક્યો છે. ઘણા બિઝનેસમેનને મળી ચૂક્યો છે, પોતાના ગ્રાહક સાથે સંબંધ બનાવવા માટે 9 ભાષામાં ‘હેલ્લો’ બોલી શકે છે.

જીતો ચૂક્યો છે અઢળક એવોર્ડ
આ તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. અન્નાએ સૌથી મોટી ગિફ્ટ પોતાની જાતને આપી છે, ભલે ભણી ન શક્યો પરંતુ જે કરવું હતું તે આખરે તેણે કરી દીધું. આ જ કારણથી તેને એવોર્ડ મળ્યા છે અને લોકો તેને સાંભળવા માટે પણ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો