ઓલ્ડ ઈઝ ગોલ્ડ: આ છે 99 વર્ષના ‘ચમનદાદા’, એક સમયે ગાંધીજી સાથે નારા લગાવતા આજે પક્ષીઓ માટે રોજનું 5થી 7 કિ.મી ચાલે છે, લોકોના ઘરે-ઘરે જઈ ચણ ઉઘરાવે છે

નાનપણથી ગાંધી બાપુ સાથે “વંદે માતરમ્’ ના નારા લગાવનાર પાટડીના હેબતપુરના 99 વર્ષના ‘ચમનદાદા’ છેલ્લા 55 વર્ષથી ડંકો વગાડી પ્રભાત ફેરી દ્વારા પક્ષીઓ માટે ચણ ઉઘરાવતા ચમનદાદાના શ્રેષ્ઠ મિત્રો આજે માત્ર અબોલ પક્ષીઓ છે. 99 વર્ષની વયે 19 વર્ષના યુવાનને શરમાવે એવા વૃક્ષ પ્રેમી ચમનદાદા આજેય રોજનું પાંચથી સાત કિ.મી.સુધી ચાલી શકે છે.

ચમનભાઇ ફક્ત 4 ચોપડી પાસ હોવા છતાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે. અને તેઓ 20 વર્ષના નવયુવાનને પણ શરમાવે એવા જુવાન ડોશલાની સ્ફુર્તી જોઇને સશક્ત લોકોની આંખો પણ પળવાર માટે પહોળી થઇ જાય. તંદુરસ્ત શરીર ધરાવતા 99 વર્ષના ચમનદાદા છેલ્લા 55 વર્ષથી નિયમીત રીતે હાથમાં લોખંડના ડંકા વડે પ્રભાત ફેરી દ્વારા લોકોના ઘેર-ઘેર ફરી અબોલ પક્ષીઓ માટે ચણ ઉઘરાવવાનું કામ પણ કરે છે.

ઠંડી હોય, વરસાદ હોય, તેઓ 4 વાગ્યે હાથમાં ડંકો વગાડતા જાયને મુખેથી હરીનું નામ લેતા જાય. આવું તેઓ 55 વર્ષથી અવિરત સેવાકીય ધૂણીના લીધે એમની ઓસરીમાં આવતી દેવ ચકલી, પોપટ, મોર અને કબુતર સહિતના અબોલ પક્ષીઓ આજે એમના ગાઢ મિત્રોની સાથે સુખદુ:ખના સાથી પણ બન્યા છે.

માત્ર 4 ચોપડી પાસ છે આ દાદા, પણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ધરાવે છે પ્રભુત્વ

પાટડીના હેબતપુરનો 99 વર્ષના દાદા 20 વર્ષના યુવાનને શરમાવે એવી ગજબની સ્ફૃતિ ધરાવે છે.

4 વાગ્યે હાથમાં ડંકો વગાડતા જાયને મુખેથી હરીનું નામ લેતા જાય

પોતાના પૌત્ર સાથે 400 વૃક્ષો વાવ્યા

પોતાની 5મી પેઢી સાથે ચમનદાદાએ પોતાના પૌત્ર હર્ષદ પંચાલ સાથે મળીને હેબતપુર ગામના પાદરે 400થી વધુ વૃક્ષો વાવી એનું જીવની જેમ જતન કરી હરીયાળી ક્રાંતિ સર્જી ગામમાં જ સ્વર્ગ જેવું વાતાવરણ બનાવવા કમર કસવાની સાથે સફળતા પણ મેળવી છે.

જૂનું મકાન પક્ષીઓ માટે જ ફાળવી દીધું

મેં ગામની બહાર મારા દિકરાઓ માટે મકાન બનાવ્યા હતા પરંતુ તેઓ શહેરમાં જઇને વસતાં જૂનું મકાન પક્ષીઓના ચણ માટે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. મકાનની આગળ મોટી ઓસરી છે. એ રોજ સવારે દાણાથી છલોછલ ભરી દઉં એટલે અબોલ પક્ષીઓનો જમાવડો જામી જાય છે. ચમનદાદા પંચાલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો