રાજ્યના તમામ એસટી ડેપોમાં બસો સેનેટાઈઝ કરીને સ્ટેન્ડબાય રાખવામાં આવી, સૂચના બાદ જરૂરિયાત મુજબ દોડાવાશે

રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સેનેટાઇઝ કરાયેલી બસો સ્ટેન્ડ બાય રાખવાની સરકારની સૂચના બાદ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ મુખ્ય ડેપોમાં બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેની સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરોને પણ માસ્ક, સેનેટાઇઝર આપી સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. સરકારના આદેશ બાદ ગણતરીની મિનિટોમાં આ બસોને વહીવટી તંત્રની મદદ માટે દોડાવી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવું પડશે

ગુજરાત એસટી નિગમના સચિવે જણાવ્યું હતું કે, સરકારી કામની સાથે અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતના લોકો માટે તેમજ અન્ય રાજ્યના લોકોને લાવવા લઈજવા સહિતની કામગીરી માટે બસોને સ્ટેન્ડ બાય રાખવા ઉચ્ચ કક્ષાએ સૂચના મળી છે. જેના પગલે અમદાવાદ સહિત મોટા ડેપોમાં 50-50 કે તેથી વધુ બસો તેમજ જિલ્લા મુખ્યાલય તેમજ તાલુકા કક્ષાએ આવેલા ડેપો ખાતે 20થી 25 બસોને સેનેટાઇઝ કરી વહીવટી તંત્રની મદદ માટે ગમે ત્યારે દોડાવવા તૈયાર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જો બસ સેવા શરૂ કરવામાં આવે તો લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવું પડશે તેમજ મોંઢા પર માસ્ક પહેરવું પણ ફરજિયાત રહેશે.

નવી ગાઈડલાઈન આવ્યા બાદ જ બસ શરૂ થશે

હાલ 3 મે સુધી લોકડાઉન છે. ત્યારબાદ સરકારના આદેશ મુજબ જ તેમજ પેસેન્જરોને સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે સીટ પર કઈ રીતે બેસાડવું તે અંગે નવી ગાઇડલાઇન આવ્યા બાદ જ બસોનું સંચાલન શરૂ કરાશે. વધુમાં ડેપો ખાતે આવેલા બુકિંગ કાઉન્ટર પર ભીડ ન થાય અને લોકો અંતર જાળવી શકે તે માટેતમામ ડેપો ખાતે એક એક મીટરના અંતરે લોકો ઊભા રહે તે માટે રાઉન્ડ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે. એ જ રીતે તમામ માટે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો