આ પટેલે શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ: 1 એકરમાં પકવ્યા 1900 મણ રીંગણાં

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ખેડૂતોએ શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ છે ત્યારે કતપુર ગામના એક જાગૃત ખેડૂતે આ વર્ષે એક એકર જમીનમાં કાળા રીંગણનું વાવેતર કરી આઠ માસમાં 1900 મણ રીંગણનો પાક ઉતારીને પોતે માલામાલ થઇ ગયા છે.

પ્રાંતિજ તાલુકાના કતપુર ગામના જાગૃત ખેડૂતે એક એકર જમીનમાંથી અંદાજે 1900 મણ રીંગણનો પાક લઇને કાઠુ કાઢયુ છે.

– ગામના અન્ય ખેડૂતો પણ શાકભાજી પકવે છે પણ આ શિક્ષક નવો પ્રયોગ

આ અંગે વ્યવસાયે શિક્ષક અને ખેડૂત એવા ભીખાભાઇ કેશાભાઇ પટેલે ટોલટેક્ષ નજીક આવેલા અને ગામના પાદરમાં એક એકર (પોણા બે વીઘા) જમીનમાં કાળા રીંગણનું વાવેતર કર્યુ હતું. જોકે તેઓ તથા ગામના અન્ય ખેડૂતો ખાસ કરીને કોબીજ, ફુલાવર સહિતની વેલારી શાકભાજી પકવવામાં માહેર છે ત્યારે ભીખાભાઇ પટેલે લાંબા કાળા રીંગણનું બિયારણ લાવી ઉગાડયુ હતું.

તેમણે કરેલા દાવા મુજબ રીંગણના પાકમાં ફૂગજન્ય અથવા જીવાત ન પડે તે માટે લીંબુડીનું તેલ તથા બાયોજાઇન દવાનો ઉપયોગ કરી માવજત કરી હતી. જોકે એક એકર જમીનમાં તેમણે પાંચ થેલી સુપરફોસ્ફરસ (રાસાયણિક ખાતર) નો ઉપયોગ કરતા છોડનો વિકાસ સારો થયો હતો. તેમણે કરેલી માવજતથી તાજેતરમાં જ અમદાવાદ તાલુકાના દસ્કોઇના 40થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી હતી.

7 ફૂટ ઉંચા છોડ થયા

ભીખાભાઇ પટેલે દિલથી રીંગણના પાકની માવજત કરી હોવાને કારણે આખા ખેતરમાં કયાંય સુકારો કે ઉધઇ આવી નથી, એટલું જ નહિ પણ રીંગણના છોડ 7 ફૂટથી વધુ ઉંચા હોવાને કારણે અહીંથી પસાર થતા લોકો માવજત જોઇને મનોમન હરખાય છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો