વેદવ્યાસે 5000 વર્ષ પહેલા કરેલી કળિયુગ વિષેની ભવિષ્યવાણી

કળિયુગ વિષેની ભવિષ્યવાણીઃ

ભગવદપુરાણમાં કળિયુગમાં કેવો આકરો સમય આવશે તેની ભવિષ્યવાણી કરવામાં આવી છે. વેદવ્યાસે 5000 વર્ષ પહેલા લખાયેલી આ 16 ભવિષ્યવાણી આજે સાચી પડતી જણાય છે. તમે પણ આ ભવિષ્યવાણીઓ વાંચશો તો આશ્ચર્યથી તમારી આંખ પહોળી રહી જશે.

આ બધુ ખતમ થઈ જશેઃ

પ્રથમ ભવિષ્યવાણી મુજબ કળિના પ્રભાવથી કળિયુગમાં ધર્મ, સત્ય, સ્વચ્છતા, સહિષ્ણુતા, દયા, જીવનકાળ, શારીરિક શક્તિ અને યાદશક્તિ ખતમ થઈ જશે.

પૈસા જ મહત્વના રહેશેઃ

કળિયુગમાં માત્ર પૈસા જ મહત્વના રહેશે. માણસનો જન્મ, તેનું વર્તન અને તેના ગુણો પૈસાથી જ મપાશે. કાયદો અને વ્યવસ્થા પણ પૈસા આગળ માથુ ઝૂકાવશે.

શારીરિક આકર્ષણને કારણે સાથે રહેશે સ્ત્રી પુરુષ:

સ્ત્રી અને પુરૂષો ઉપરછલ્લા શારીરિક આકર્ષણને કારણે એકબીજા સાથે રહેશે. બિઝનેસમાં સફળતા છેતરપિંડી પર આધારીત હશે. સ્ત્રીનું સ્ત્રીત્વ અને પુરૂષનું પુરૂષત્વ તેની સેક્સમાં કુશળતાને આધારે માપવામાં આવશે.

આદ્યાત્મિકતાઃ

વ્યક્તિની આદ્યાત્મિકતા દેખાવ કે ચિહ્નો પૂરતી રહી જશે. ચિહ્નો કે દેખાડાના આધારે જ વ્યક્તિ એક ધર્મ પરથી બીજા ધર્મને અપનાવી લેશે. વ્યક્તિ જો સારુ કમાઈ ન શકે તો તેના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવશે? જે વ્યક્તિ અટપટુ બોલી શકશે તેને જ વિદ્વાન માની લેવામાં આવશે.

પૈસા વિના કદર નહિં થાયઃ

જે વ્યક્તિ પાસે પૈસા કે સંપત્તિ નહિં હોય તેને અપવિત્ર માનવામાં આવશે. બેવડા ધોરણોને સારો ગુણ માનવામાં આવશે. માત્ર બોલીને લગ્ન નક્કી કરવામાં આવશે અને વ્યક્તિ માત્ર સ્નાન કરીને પણ માનશે કે તે જાહેરમાં જવા માટે તૈયાર છે.

દેખાવને મહત્વઃ

પવિત્ર જગ્યાઓ તેમનું મહત્વ ગુમાવી દેશે. વ્યક્તિની હેરસ્ટાઈલ પરથી તેની સુંદરતા નક્કી કરવામાં આવશે. પેટ ભરવુ એ જ જીવનનો એક માત્ર ધ્યેય બની જશે. જો વ્યક્તિ બઢાવી ચડાવીને બોલી શકશે તેને સાચો માની લેવામાં આવશે. જે પોતાના પરિવાર સાચવી શકશે તેને એક્સપર્ટ માનવામાં આવશે અને ધર્મનું પાલન માત્ર પ્રતિષ્ઠા જાળવવા કરવામાં આવશે.

પ્રદૂષિત થઈ જશે પૃથ્વીઃ

પૃથ્વી વધુ પડતી વસ્તીને કારણે પ્રદૂષિત થઈ જશે. જે સમાજ પોતાની જાતને વધુ મજબૂત પુરવાર કરી શકશે તેને પોલિટિકલ પાવર મળશે.

દુકાળ અને તંગીઃ

કળિયુગમાં દુકાળ અને વધુ પડતા કરવેરાને કારણે લોકોને પાંદડા, મૂળિયા, માંસ, મધ, ફળ, ફૂલ અને બીજ ખાઈને ગુજરાન ચલાવવું પડશે. દુકાળને કારણે તેમનો નાશ થઈ જશે.

વાતાવરણઃ

કળિયુગના લોકો અતિશય ઠંડી, પવન, ગરમી, વરસાદ અને બરફથી હેરાન પરેશાન થઈ જશે. તેમને ઝઘડા, ભૂખમરા, તરસ, રોગચાળા અને સતત માનસિક તાણને કારણે પણ ખૂબ મુશ્કેલી પડશે.

આયુષ્યઃ

કળિયુગમાં વ્યક્તિનું આયુષ્ય ઘટીને 50 વર્ષ થઈ જશે.

દીર્ઘદૃષ્ટિ ગુમાવી દેશેઃ

દુર્ગુણોને કારણે કળિયુગમાં લોકો દીર્ઘદૃષ્ટિ ગુમાવી દેશે. તેઓ કમનસીબ, ભૂખ્યા, કામુક અને ગરીબ બની જશે. સ્ત્રીઓ પવિત્રતા ગુમાવી દેશે અને એક કરતા વધુ પુરૂષો સાથે સંબંધ બાંધશે.

પૈસા માટે સગાસંબંધીઓને પણ મારી નાંખશેઃ

થોડા પૈસા માટે પણ લોકો એકબીજાને નફરત કરશે. પૈસા માટે તે પોતાના મિત્રતાના સંબંધો તોડી નાંખશે અને પોતાના સગાસંબંધીઓને મારી નાંખતા કે પોતાનો જીવ આપતા પણ અચકાશે નહિં.

ભગવાનને નામે લૂંટ ચાલશેઃ

સંસ્કાર વિનાના લોકો ભગવાનના નામે પૈસા ઊઘરાવી પોતાનું ગુજરાન ચલાવશે. તેઓ સાધુ હોવાનો ડોળ કરશે અને ભગવા પહેરશે. ધર્મ વિષે કશું પણ ન જાણતા લોકો ધર્મગુરૂ બનીને બેસશે અને તેઓ ધર્મ વિષે બોધ આપશે.

વફાદારી નહિં જોવા મળેઃ

નોકરો સંપત્તિ ગુમાવનાર માલિકને તરત જ છોડી દેશે. માલિક ખૂબ સારા સ્વભાવનો હશે તો પણ નોકર તેને છોડી દેતા જરાય વિચાર નહિં કરે. નોકર પેઢીઓથી પરિવારને વફાદાર હશે તો પણ માલિક તેને કાઢી મૂકતા એક સેકન્ડ પણ નહિં વિચારે. ગાય દૂધ આપવાનું બંધ કરશે એટલે તેમને છોડી દેવામાં આવશે કાં તો મારી નાંખવામાં આવશે.

ચોરનું રાજ ચાલશેઃ

શહેરોમાં ચોરનું રાજ ચાલશે. નાસ્તિકો વેદોનું ખોટું અર્થઘટન કરીને લોકોના મનમાં શંકા ઊભી કરશે. કહેવાતા સંતો અને બુદ્ધિજીવીઓ બસ તેમની પેટપૂજા કરશે.

ઘરડા મા-બાપનું ધ્યાન નહિં રાખેઃ

માણસ પોતાના ઘરડા મા-બાપનું ધ્યાન નહિં રાખે.

ઉકેલઃ

ભાગવતમાં જણાવ્યું છે કે કળિયુગ દોષોથી ખદબદતો હોવા છતાંય તેમાંથી તરી જવાનો એક વિકલ્પ છે- તે છે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જપ કરવો. આમ કરવાથી વ્યક્તિ માયાથી પર થઈ જશે અને આદ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકશે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!